Bhavnagar : કોળી સમાજના મહામંત્રીનું મોટું નિવેદન : રાજકીય સ્વાર્થ માટે સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
- બગદાણા હુમલા કેસમાં કોળી સમાજની ઉગ્ર પ્રતિક્રિયા : મહામંત્રીએ રાજકીય રોટલા શેકવાનો આરોપ લગાવ્યો
- નવનીત બાલધિયા હુમલો : કેટલાક લોકો સમાજને રાજકીય લાભ માટે ભડકાવે છે, કોળી મહામંત્રીનું નિવેદન
- ભાવનગરના બગદાણા વિવાદમાં નવો વળાંક : કોળી સમાજ મહામંત્રીએ રાજકીય કાવતરાનો આરોપ મૂક્યો
- અખિલ ભારતીય કોળી સમાજના યુવા મહામંત્રીનું ચોંકાવનારું નિવેદન : સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ થઈ રહ્યું છે
Bhavnagar : ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. આ ઘટના પર અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ યુવા મહામંત્રી અશોક ભાલીયાએ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે કેટલાક લોકો રાજકીય સ્વાર્થ માટે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આ ઘટનાનો ઉપયોગ રાજકીય રોટલા શેકવા માટે કરી રહ્યા છે.
Bhavnagar : કોળી સમાજે એકતા બતાવી છે
કોળી સમાજના મહામંત્રી અશોક ભાલીયાએ જણાવ્યું કે, અત્યારે કોળી સમાજના બે ભાઈઓએ આત્મવિલોપન કરવાની કોશિશ કરી છે. તો અન્ય કેટલાક યુવકોની અટકાયત કરવામાં આવી છે. તો આ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે કોળી સમાજે એકતા બતાવીને કામ કર્યું છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ કોળી સમાજના આગેવાન નેતાઓને હાથો બનાવીને રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહ્યાં છે. આ દરમિયાન વધુમાં તેમણે જણાવ્યું કે, આત્મવિલોપનની ઘટનાને હું સખ્ત શબ્દોમાં વખોડું છું.
આ દરમિયાન અશોક ભાલીયાએ જણાવ્યું કે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આંદોલન કરવું પડશે તો આપણે કરીશું પરંતુ કોંગ્રેસ અને આપના નેતાઓ રાજકીય રોટલાઓ શેકી રહ્યાં છે. આમ મહામંત્રીએ નવનીતભાઈના કેસમાં ન્યાય ન મળવા પાછળ કોંગ્રેસને જવાબદાર ઠેરવીને રાજનીતિ કરવાના આરોપ પણ લગાવ્યા હતા. તો આ દરમિયાન સરકાર તરફથી કરવામાં આવતી કામગીરીના વખાણ પણ તેમને કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકાર પાસે આપણે જે માંગણી કરી હતી, તે તમામને સંતોષવામાં આવી છે. એસઆઈટીની રચના કરીને આરોપીઓને ધરપકડ કરવામાં આવી રહી છે.
નવનીત બાલધિયા ઉપર કર્યો હતો આઠ શખ્સોએ હુમલો
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા બગદાણા ગામમાં નવનીત બાલધિયા પર 8 અજાણ્યા શખ્સોએ ઢોર માર માર્યો હતો. આ હુમલામાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તપાસમાં નિષ્પક્ષતાના અભાવના આરોપોને કારણે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ કેસની તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે, જેમાં ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી સહિત અન્ય અધિકારીઓનો સમાવેશ છે.
આ પણ વાંચો- Bhavnagar : કોળી સમાજના બે યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ!
આ કેસમાં કોળી સમાજના આગેવાનોએ મેદાને આવીને ન્યાયની માંગ કરી છે. ગુજરાતના મંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની આગેવાનીમાં ભાવનગરથી બગદાણા સુધી 200 કારની રેલી કાઢવામાં આવી હતી, જેમાં 'જય જય કોળી સમાજ'ના નારા ગુંજી ઉઠ્યા હતા. આ રેલી દ્વારા સમાજની એકતા દર્શાવવામાં આવી અને નવનીત બાલધિયાને ન્યાય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. કોળી સમાજના 15થી વધુ આગેવાનોએ ન્યાય ન મળે તો આત્મવિલોપનની ધમકી આપી છે, જેનાથી પંથકમાં ચકચાર મચી છે. બગદાણામાં ચાર યુવાનોએ પણ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે વાતાવરણ વધુ તંગ બન્યું છે.
Bhavnagar : કેટલાક લોકો રાજકીય સ્વાર્થ માટે
સમાજને ગેરમાર્ગે દોરે છે: કોળી સમાજ મહામંત્રીભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાનો કેસ
અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ યુવા મહામંત્રીનું મોટું નિવેદન
સમાજના કેટલાક લોકો દ્વારા રાજકીય રોટલા શેકવાનો પ્રયાસઃ મહામંત્રી
કેટલાક લોકો… pic.twitter.com/9NnRLrXN2u— Gujarat First (@GujaratFirst) January 15, 2026
આ બધા વચ્ચે મહામંત્રી અશોક ભાલીયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, "સમાજના કેટલાક લોકો દ્વારા રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ ઘટનાને વધારે ઉછાળીને સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરાયું છે." તેઓએ એમ પણ કહ્યું કે આવા તત્વો સમાજની એકતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોળી સમાજ એકજૂટ રહેશે અને ન્યાય મેળવશે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચી છે, કારણ કે આ કેસને રાજકીય રંગ આપવાના આરોપો લાગી રહ્યા છે. મંત્રી કુંવરજી બાવળીયા સહિત 15 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને SITની માંગ કરી હતી, જે પૂરી થઈ છે.
સમાજની એકતા જરૂરી
આ વિવાદે ગુજરાતના રાજકારણ અને સામાજિક વાતાવરણને અસર કરી છે. કોળી સમાજના વકીલોએ પણ લીગલ ટીમની રચના કરીને કેસમાં સક્રિય ભૂમિકા ભજવી છે. નવનીત બાલધિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓને ન્યાય મળશે અને સમાજની એકતા જરૂરી છે. આ કેસની તપાસ હવે SITને સોંપાઈ છે, જેમાં નિષ્પક્ષ તપાસની આશા છે. જો કે, મહામંત્રીના આરોપોને કારણે વિરોધી પક્ષો વચ્ચે તણાવ વધી શકે છે.
આ પણ વાંચો- Ahmedabad : ઉત્તરાયણ દરમિયાન 42 લોકો ઈજાગ્રસ્ત : સિવિલ હોસ્પિટલના ચોંકાવનારા આંકડા


