Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત, 'નકલખોરો' વિરૂદ્ધ ઉચ્ચારી ચિમકી

કેબિનેટ મંત્રી બન્યા બાદ જીતુ વાઘાણી આજે પ્રથમ વખત ભાવનગર પહોંચ્યા છે. આ તકે તેમણે ખોડિયાર માતાજીના દર્શન કરીને ગૌ પૂજન કર્યું હતું. કેબિનેટ મંત્રીને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા અને તેમને ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો. દરમિયાન તેમના સ્વાગતમાં એક મોટું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં સંતો મહંતો સહિતના અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.
bhavnagar   કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત   નકલખોરો  વિરૂદ્ધ ઉચ્ચારી ચિમકી
Advertisement
  • રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને કૃષિ અને પશુપાલન વિભાગ સોંપાયો
  • મંત્રી બન્યા બાદ પહેલી વખત જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા
  • કેબિનેટ મંત્રીના ભવ્ય સ્વાગતમાં ફટાકડા ફૂટ્યા, સંતો-મહંતો હાજર રહ્યા

Bhavnagar : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવા મંત્રીમંડળની રચના કરી છે. જેમાં ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીને કેબિનેટમાં (Cabiner Minister - Jitu Vaghani) સમાવવામાં આવ્યા છે. અને કૃષિ અને પશુપાલન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી બન્યા બાદ આજે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પ્રથમ વખત ભાવનગરની (Jitu Vaghani First Bhavnagar Visit) મુલાકાતે આવ્યા હતા. જ્યાં સ્થાનિકોએ તેમનું ભવ્ય સ્વાગત (Jitu Vaghani Warm Welcome) કર્યું હતું. તેમના આગમન સમયે ફટાકડા ફોડવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો હાજર રહ્યા છે. સાથે જ એક સ્ટેજ પણ બનાવવામાં આવ્યું હતું. જેના પર સંતો-મહંતો સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ તકે સંબોધન કરતા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ ખાતર અને બિયારણમાં નકલખોરી (Warn Duplicate Seeds And Fertilizer Seller) કરતા તત્વોને આકરા શબ્દોમાં ચેતવ્યા હતા.

Advertisement

ઉમળકાભેર આવકાર

કેબિનેટ મંત્રી બન્યા બાદ જીતુ વાઘાણી આજે પ્રથમ વખત ભાવનગર પહોંચ્યા છે. આ તકે તેમણે ખોડિયાર માતાજીના દર્શન કરીને ગૌ પૂજન કર્યું હતું. કેબિનેટ મંત્રીને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા અને તેમને ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો. દરમિયાન તેમના સ્વાગતમાં એક મોટું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં સંતો મહંતો સહિતના અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.

Advertisement

નકલી બિયારણ - ખાતર વેચતા લોકો સમજી જજો

આ તકે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ ડુપ્લીકેટ ખાતર અને બિયારણ વેચનારાઓ માટે ખાસ ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ખેડૂતોને નકલી બિયારણ - ખાતર વેચતા લોકો સમજી જજો. ડુપ્લીકેટ ખાતર - બિયારણના ધંધા કરતા લોકો સમજી જજો. આ પ્રકારના ધંધા તમે કરશો તો. તમે તૈયારી રાખજો, કાયદાની ઝપટમાં આવવા માટે. આમ. મંત્રી બન્યા બાદ પહેલી વખતની ભાવનગર મુલાકાતમાં જ તેમણે નકલખોરો વિરૂદ્ધ આકરા વલણના સંકેતો આપી દીધા હતા.

આ પણ વાંચો -----  New Year Wishes : મુખ્યમંત્રીની દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ

Tags :
Advertisement

.

×