Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: કેમિસ્ટ એસોસિએશનના બંધના એલાન મુદ્દે વિસંગતતા, 100 થી વધુ મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેવાની શક્યતા

ભાવનગરના મેડિકલ જગતમાં હાલ બંધને લઈને ભારે મૂંઝવણ પ્રવર્તી રહી છે. એક તરફ ઓનલાઈન ફાર્મસી સામે આક્રોશ છે, તો બીજી તરફ માનવતાના ધોરણે સેવાઓ ચાલુ રાખવા અંગે બે મત છે. બંધના એલાન છતાં અનેક સ્ટોર્સ ખુલ્લા રહેવાની સંભાવનાએ શહેરીજનોને મુંઝવણમાં મૂક્યા છે.
bhavnagar  કેમિસ્ટ એસોસિએશનના બંધના એલાન મુદ્દે વિસંગતતા  100 થી વધુ મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેવાની શક્યતા
Advertisement
  • Bhavnagar માં કેમિસ્ટ બંધ મુદ્દે મિશ્ર સ્થિતિ!
  • દેશવ્યાપી હડતાળ છતાં ભાવનગરમાં 100 સ્ટોર્સ ખુલ્લા રહેવાની ચર્ચા
  • હડતાળના બદલે કાયદાકીય માર્ગ અપનાવવા કેટલાક કેમિસ્ટોનો મત
  • પ્રમુખે બંધની સંપૂર્ણ અમલવારી માટે ટીમ બનાવી હોવાનો કર્યો દાવો
  • દવા લેવા જતા દર્દીઓ માટે આવતીકાલનો દિવસ મહત્વનો
  • ઓનલાઈન દવાના વેચાણ સામે દેશભરના 15 લાખ કેમિસ્ટ લડાઈમાં

Bhavnagar Chemist Association Strike: ઓનલાઈન દવા વેચાણ (Online Pharmacy) ના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા આવતીકાલે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય બંધમાં દેશભરના 15 લાખથી વધુ કેમિસ્ટો જોડાવાના છે, પરંતુ ભાવનગરમાં આ બંધના એલાન મુદ્દે મોટી વિસંગતતા જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરમાં બંધની સ્થિતિ વચ્ચે 100 થી વધુ મેડિકલ સ્ટોર્સ (Medical Stores) ખુલ્લા રહેવાની શક્યતા છે.

Bhavnagar : સ્થાનિક કેમિસ્ટોનું વલણ

ભાવનગર કેમિસ્ટ એસોસિએશન (Bhavnagar Chemist Association) ના સભ્યોમાં પણ બંધને લઈને બે મત જોવા મળી રહ્યા છે. સામાન્ય સભ્ય દિપક પંડ્યાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "યુદ્ધ જેવી વર્તમાન સ્થિતિમાં હડતાળ એ યોગ્ય ઉપાય નથી. દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રહિતમાં મેડિકલ સેવાઓ ચાલુ રાખવી જરૂરી છે." તેમના મતે, કોઈ પણ સમસ્યાનું સમાધાન હડતાળ કરવાને બદલે કાયદાકીય અને લીગલ પ્રક્રિયા દ્વારા લાવવું વધુ યોગ્ય છે.

Advertisement

એસોસિએશનના પ્રમુખનું સ્પષ્ટીકરણ

બીજી તરફ, ભાવનગર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ વિક્રમસિંહ ડોડીયાએ બંધ ન રાખવાની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, બંધના એલાન અંગે કોઈ પણ પ્રકારની વિસંગતતા નથી. જે કેમિસ્ટો આ બંધથી અજાણ છે, તેમને એસોસિએશનની ટીમ દ્વારા સંપર્ક કરી સમજાવવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ભાવનગરના તમામ 400 જેટલા કેમિસ્ટો એસોસિએશનના આદેશનું પાલન કરશે અને બંધમાં જોડાશે.

Advertisement

100 થી વધુ કેમિસ્ટો દ્વારા દુકાનો ખુલ્લી રખાશે

જોકે, સ્થાનિક સ્તરે 100 થી વધુ કેમિસ્ટો દ્વારા દુકાનો ખુલ્લી રાખવાની વાત વહેતી થતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. આવતીકાલે સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે ભાવનગરના કેટલા મેડિકલ સ્ટોર્સ બંધ રહે છે અને કેટલા ચાલુ રહે છે. વહીવટી તંત્ર પણ આ બાબતે બાજ નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો: તાઇવાન ચૂંટણીમાં ભારત વિરોધી પોસ્ટરથી ખળભળાટ, ત્રિરંગા અને પાઘડીના અપમાનથી ભારતીયોમાં રોષ!

Tags :
Advertisement

.

×