Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મામલો, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી લગાવ્યા આક્ષેપો

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંક ભરતી કૌભાંડ મુદ્દો હવે ગરમાયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંગ જાડેજાએ ફરી આક્ષેપો લગાવવામાં આવ્યા છે.
bhavnagar  ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મામલો  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી લગાવ્યા આક્ષેપો
Advertisement
  • ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મુદ્દો ગરમાયો
  • વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી લગાવ્યા આક્ષેપ
  • ડિસ્ટ્રીક્ટ બેન્કમાં સગાવાદથી નોકરી આપ્યાનો આરોપ
  • 80 જેટલા લોકોને ડિસ્ટ્રિક્ટ બેન્કમાં નોકરી અપાઈ ગઈ:યુવરાજસિંહ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેક કૌભાંડ અંગે ફરી યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ડિસ્ટ્રીક્ટ બેંકમાં ભરતી મામલે સગાવાદ અને લાગતા વળગતાને નોકરી આપી હોવાનાં આક્ષેપ કરાયા છે. 80 જેટલા લોકોને ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેકમાં નોકરીઓ આપવામાં આવી છે. યુવરાજસિંહ દ્વારા બેંન્ક ભરતી પ્રક્રિયામાં ડિરેક્ટર અને કર્મચારીઓ ભરતી કૌભાંડમાં સામેલ હોવાનાં પુરાવા સાથે આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા હતા.

આ મામલે કોર્ટ માં ટૂંક સમય માં રીડ દાખલ કરીશું

બેન્કની ભરતી પ્રક્રિયામાં પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ હોવાનાં આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરાયા હતા. જિલ્લા રજીસ્ટ્રાને લેખિત પુરાવા સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પાલિતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૌયાનાં પુત્ર સહિત 80 જેટલા લોકોની સગાવાદ કરી ભરતી કરવામાં આવી છે. આ બાબતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતનાને રજૂઆત કરાશે. 80 જેટલા લોકોની ખોટી ભરતી કરી દેવામાં આવી હોવાનું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જાડેજાએ જણાવ્યું હતું. યુવરાજસિંહ જાડેજા દ્વારા મીડિયા સમક્ષ તમામ નામ સાથે યુવરાજસિંહ જાડેજાએ નામનું લિસ્ટ આપ્યું હતું. ભરતી પ્રક્રિયા એચઆર પણ ફરજી હોવાનાં આક્ષેપો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા હતા. આ મામલે કોર્ટમાં ટૂંક સમયમાં જઈશું. ભરતી પ્રક્રિયામાં 1200 જેટલા લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ રાજ્યભરમાં ફેલાયેલું ગન લાયસન્સ કૌભાંડ કોની-કોની લડાઈના કારણે Gujarat Police પાસે ખુલ્લું પડ્યું ?

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે શું ખુલાસો કર્યો

આ બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ક્રોસ વેરીફીકેશન કરશો તો એ જાણવા મળશે કે અમે જે નામ આપ્યા હતા. તે 19 નામ અત્યારે મળી આવ્યા છે. કહી શકાય કે એક વર્ષ પહેલા ભીખાભાઈ જાજડીયાએ જે યાદીની વાત કરી હતી. અન્ તેમણે જે નામ રજૂ કર્યા હતા. જે નામ દૂર કરવામાં આવ્યા હતા. એ નામોમાં 18 જે નામો છે. તે બેઠા નામ 18 યાદીમાં છે. જેમાં 50 ટકા જે છે તે જીલ્લા બેંકનાં હોદ્દેદારો છે. એમાંથી લેવામાં આવ્યા છે. અને 50 જે નામો છે તે ભારતીય જનતા પાર્ટીનાં જે હોદ્દેદારો હોય તે હોદ્દેદારોમાંથી લેવામાં આવ્યા છે. જેમકે પિયુષ ભીખાભાઈ બારૈયા. આ પિયુષ ભીખાભાઈ બારૈયા જે વર્તમાન પાલિતાણાનાં ધારાસભ્યના દીકરા છે. તેમજ પાલિતાણા એપીએમસીનાં ડીરેક્ટર વિજયભાઈ ગોટીનાં ભાગીદાર મેરભાઈ છે. તેમના દીકરા ને પણ લેવામાં આવેલા છે. આર.ડી. સરવૈયા જેના બે ભત્રીજા જે અત્યારે બે શાખાઓમાં કલાર્ક છે.

આ પણ વાંચોઃ Gujarat :ગ્રામ્ય સ્તરથી લઈને જિલ્લા પંચાયત સ્તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ

Tags :
Advertisement

.

×