Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: કથા સાંભળવા ગયેલા પિતા-પુત્ર થયા સંપર્ક વિહોણા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

જમ્મુ કાશ્મીર મોરારી બાપુની કથા સાંભળવા ગયેલા પિતા પુત્રનો હુમલો થયા બાદ કોઈ સંપર્ક ન થતા પરિવાર ચિંતાતુર બની જવા પામ્યો છે.
bhavnagar  કથા સાંભળવા ગયેલા પિતા પુત્ર થયા સંપર્ક વિહોણા  પરિવારજનોમાં ચિંતાનો માહોલ
Advertisement
  • જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો
  • ભાવનગરના 2 પર્યટકનો હજુ સુધી કોઈ સંપર્ક નહીં
  • બંને પિતા-દીકરાનો હજુ કોઈ સંપર્ક નહીં

જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં 26 લોકોના મોત નિપજ્યા છે. આ હુમલામાં ભાવનગરનાં બે વ્યક્તિઓ સંપર્ક વિહોબા બનતા પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. યતીશભાઈ સુધીરભાઈ પરમાર તેમજ સ્મિત યતીશભાઈ પરમાર રહે. કાળીયાબીડ બંને પિતા-પુત્ર સંપર્ક વિહોણા થયા હતા.

Advertisement

જમ્મુના ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક ચાલુ છે

ભાવનગરનાં સાંસદ નિમુબેન બાંભણિયાએ પણ જણાવ્યું હતું કે, વિનોદભાઈ ઈજાગ્રસ્ત થયા છે. હું સતત સંપર્કમાં છું. ભાવનગર વહીવટી તંત્ર સાથે સતત સંપર્ક ચાલુ છે. તેમજ મુસાફરોને મદદની જરૂર હોય તો ટીમ પણ સંપર્કમાં છે. તેમજ જમ્મુનાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક ચાલુ છે.

Advertisement

ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા વધારી દેવાઈ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા વધારી દેવાઈ છે. પાલનપુર અને ગાંધીનગરના 50 પ્રવાસીઓને રામબનથી બનીહાલ જિલ્લામાં ખસેડાયા છે. બનીહાલ સેન્ટર હોમમાં 50 પ્રવાસીઓને રખાયા છે. આર્મી પેરામિલેટરી ફરો્સ કલેક્ટર, એસપી, એસડીએમ સહિત તમામઅધિકારીઓ પ્રવાસીઓની સુરક્ષા અને સેવામાં છે. ફસાયેલા ગુજરાતી પરિવાર સુરક્ષિત છે. તેમજ પ્રશાસન દ્વારા જમવાનું અને રહેવાની સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતનાં યુવકનું આતંકી હુમલામાં મોત નિપજ્યું

જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં 28 થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતનાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં 28 થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતનાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં સુરતના પ્રવાસીનું મોત થયું છે. સુરતનાં શૈલેષ હિમતભાઈ કલાઠિયાનું મોત થયુ છે. પહલગામનાં હતભાગીમાં એક ગુજરાતી પણ સામેલ છે. ગુજરાતના 20 થી વધુ પહલગામ ગયા હતા.

આ પણ વાંચોઃ Surat: પહલગામ આતંકી હુમલામાં ગુજરાતીનું મોત, અત્યાર સુધી કુલ 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

વિનોદ ભટ્ટ વિશે માહિતી મેળવી હતી

જમ્મુ અને કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતનાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભાવનગર કલેક્ટર મનિષકુમાર બંસલ દ્વારા આતંકી મુદ્દાને લઈ નિવેદન આપ્યું છે. ભાવનગરનાં વિનોદભાઈ ભટ્ટ્ ઈજાગ્રસ્ત થયા હોવાનું કલેક્ટર દ્વારા જણાવ્યું હતું. તેમજ ગુજરાત સરકાર જમ્મુ કાશ્મીર સરકારનાં સંપર્કમાં છીએ. તેમજ વિનોદ ભટ્ટ વિશે માહિતી મેળવી હતી.

આ પણ વાંચોઃ Bhavnagar: જમ્મુ-કાશ્મીરમાં થયેલ હુમલાને લઈ કલેક્ટરનું નિવેદન, ભાવનગરના એક પ્રવાસી ઘાયલ

Tags :
Advertisement

.

×