Bhavnagar: હસ્તગીરી તીર્થના ડુંગર પર ફરી આગ લાગવાની ઘટના, અનેક વન્ય પ્રાણીઓ કરે છે વસવાટ
- ભાવનગરના જાળીયા ગામે ડુંગર પર આગની ઘટના
- હસ્તગીરી તીર્થના ડુંગર પર ફરી આગ લાગવાની ઘટના
- પાલીતાણા ફાઈટર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી
ભાવનગર (Bhavnagar)નાં પાલીતાણાનાં હસ્તગીરી ડુંગર (Palitana Hastagiri Tirtha Dungar) પર થોડા સમયે પહેલા આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ડુંગર પર લાગેલ આગની ઘટનાને લઈ ફાયર વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ (Forest area) દ્વારા આગ પર 72 કલાક બાદ કાબુ મેળવ્યો હતો. ડુંગરીયાળ વિસ્તાર હોઈ ફાયર વિભાગનાં વાહનો ઘટના સ્થળે પહોંચી શકે તેમ ન હોવાથી આગ વધુ પ્રસરી હતી. જંગલમાં નાના પશુ-પંખીઓ તેમજ વન્યજીવો વસવાટ કરતા હોવાથી વન્ય જીવ સૃષ્ટિ તેમજ પર્યાવરણને નુકસાન થતુ હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.
અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
આજે ભાવનગર (Bhavnagar) ના જાળીયા ગામે ડુંગર પર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. હસ્તગીરી તીર્થના ડુંગર (Palitana Hastagiri Tirtha Dungar) પર ફરી આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગ લાગ્યાની ઘટના બનતા પાલીતાણા (Palitana) ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી હતી. આગ લાગતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નાયબ મામલતદાર સહિત અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ Delhi: ગૃહ મંત્રાલયે ગુજરાત રમખાણોના પીડિતોના સંબંધીઓ માટે સરકારી નોકરીઓમાં વય મર્યાદા દૂર કરી
આગ લગાડવામાં આવે છે કે લાગે છે તે કારણ અકબંધ
લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, ડુંગર પર સિંહ સહિતના અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ત્યારે દર વર્ષે ઉનાળામાં ડુંગર પર આગની ઘટના બને છે. ત્યારે આગ લગાડવામાં આવે છે કે લાગે છે તે કારણ અકબંધ છે. ત્યારે વહીવટી તંત્ર તેમજ ત્યાંનાં લોકો દ્વારા આ બાબતે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ VADODARA : ઐતિહાસિક માંડવી દરવાજાની દુર્દશા મામલે બીજા દિવસે વિરોધ જારી