Bhavnagar : માત્ર રૂ. 70 ની લાંચ લેતા ગ્રામ પંચાયતનો VC ઝડપાયો
- Bhavnagar ઘોઘાના હાથબ ગ્રામ પંચાયત ખાતે ACBની રેડ
- VC તરીકે કામ કરતા દિપક બારૈયા લાંચ લેતા ઝડપાયા
- ભાવનગર ACBએ VCને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો
- મેરેજ સર્ટિફિકેટ કાઢવા માટે 70 રૂપિયાની કરી હતી માગ
- લાંચ માંગવામાં આવતા ભાવનગર ACB માં કરાઈ હતી ફરિયાદ
Bhavnagar : ભાવનગરના ઘોઘાના હાથબ ગ્રામ પંચાયત (Hathab Gram Panchayat - Bhavnagar) ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Bureau - Bhavnagar) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વીસી તરીકે કામ કરતો દિપક બારૈયા રૂ. 70 ની લાંત લેતા રંગેહાથ ઝડપાયો છે, ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવા બાબતે આ લાંચ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લોકોની સુવિધા વધારવા સરકારે ગામેગામ ડોક્યૂમેન્ટ્સ કાઢી શકાય તેવી સુવિધાઓ ઉભી કરી છે, પરંતુ કેટલાક તત્વો તેને આવકનું સાધન બનાવી દીધું છે.
View this post on Instagram
આ પણ વાંચો -------- Mehsana: ભાજપના નેતા ધૂણ્યા તો થયો રુપિયા અને ફૂલોનો વરસાદ! વીડિયો થયો વાયરલ
Bhavnagar, ACB નો સંપર્ક કર્યો
જાગૃત નાગરિક દ્વારા ભાવનગરના ઘોઘાના હાથબ ગ્રામ પંચાયતમાં મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જો કે, ગ્રામપંચાયતમાં VC દિપક બારૈયા દ્વારા તેમની પાસે લાંચ માંગવામાં આવી હતી. જાગૃત નાગરિક લાંચ આપવા માંગતો ન હોવાના કારણે તેણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.
Bhavnagar, ફફડાટ પેંસી ગયો
ત્યાર બાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં વીસી દિપક બારૈયા રૂ. 70 લેતા રંગેહાથ ઝડપાયો હતો. એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા લાંચિયા દિપક બારૈયાની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, દિપક બારૈયા પકડાતા પંથકમાં ભારે ચર્ચા જાગવા પામી છે, સાથે જ સરકારી કચેરીમાં કામ કરતા અને લાંચિયા વૃત્તિ ધરાવતા અધિકારી-કર્મચારીઓમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.
નવા ખુલાસાઓ પર નજર
સુત્રોના જણાવ્યા અનુસાર, દિપક બારૈયાએ અગાઉ કોની કોની પાસેથી, કયા કયા કારણોસર પૈસા પડાવ્યા છે, તે સહિતની બાબતોને ધ્યાને રાખીને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આગામી સમયમાં કયા નવા ખુલાસા થાય છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો ------- Dehgam Sandal Wood Theft : 'પુષ્પા' સ્ટાઈલથી ચંદનના ઝાડનું નિકંદન


