Bhavnagar: મૃતક સોનલબેનનો પરિવાર SP ઓફિસે, સગીર ડ્રાઈવર સામે કાર્યવાહીની માંગ
Bhavnagar હિટ એન્ડ રનના મૃતક સોનલબેન ગોસ્વામીના પરિવારે SPને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી. થાર ચાલક સગીર સુર્યદીપસિંહ જાડેજાએ પૂરપાટ ઝડપે ગાડી ચલાવી સોનલબેનને 20 ફૂટ ફંગોળી દીધા હતા. ગાડીમાં નંબર પ્લેટ નહોતી. પરિવારે આક્ષેપ કર્યો કે 15 દિવસ પહેલાના આર્મીમેનના ફાયરિંગ કેસમાં પણ આ જ સગીર સંડોવાયેલો હતો. પરિવારની માંગ છે કે આરોપીને જામીન ન મળે તેવી કડક FIR દાખલ થાય.
Advertisement
- Bhavnagar શહેરના વાઘાવાડી રોડ પર હિટ એન્ડ રન કેસ
- પરિવાર અને સમાજના લોકો પહોંચ્યા એસ.પી. ઓફિસ
- થારચાલકે ઓવર સ્પીડમાં સોનલબેનને ફંગોળ્યા: પરિવારજન
- થારચાલક સુર્યદીપસિંહ જાડેજા સગીર વયનો હતો: પરિવારજન
- એક સ્કુટીને પણ થારચાલકે અડફેટે લીધું હતું: પરિવારજન
Bhavnagar hit and Run Incident: ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર ગતરોજ થયેલા ચકચારી હિટ એન્ડ રન કેસમાં મૃતક સોનલબેન ગોસ્વામી(Sonalben Goswami) ના પરિજનો અને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે મૃતકના પરિવારજનોએ ભાવનગર પોલીસ અધિક્ષક (SP)ની ઓફિસ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આરોપી થાર ચાલક સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી હતી.

