Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bhavnagar : SITની કાર્યવાહીથી ન્યાય મળ્યો, નવનીતભાઈ-પુરૂષોત્તમભાઈ સોલંકીએ વ્યક્ત કર્યો આભાર

Bhavnagar : જિલ્લાના બગદાણા ગામે કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. SITએ લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ નવનીતભાઈ બાલધિયાએ અને રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
bhavnagar   sitની કાર્યવાહીથી ન્યાય મળ્યો  નવનીતભાઈ પુરૂષોત્તમભાઈ સોલંકીએ વ્યક્ત કર્યો આભાર
Advertisement
  • Bhavnagar :  જયરાજ આહીરની ધરપકડ પર નવનીત બાલધિયા અને મંત્રી પરસોત્તમ સોલંકીની પ્રતિક્રિયા
  • નવનીતને ન્યાય મળ્યો : જયરાજ આહીર ધરપકડ બાદ નવનીત અને મંત્રીનો આભાર
  • આવી ઘટના બીજી વાર નહીં બને : મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન
  • નવનીત બાલધિયા કેસ : જયરાજ આહીરની ધરપકડ પર બંને પક્ષની સકારાત્મક પ્રતિક્રિયા

Bhavnagar : ભાવનગર જિલ્લાના બગદાણા ગામે કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. SITએ લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરી છે. આ ધરપકડથી કોળી સમાજમાં ખુશીની લહેર ફરી વળી છે અને ન્યાયની જીત તરીકે જોવામાં આવી રહી છે. કોળી સમાજના આગેવાનો અને લીગલ ટીમમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે. લોકોએ મીઠાઈ ખવડાવી, આતશબાજી કરીને એકબીજાને અભિનંદન પાઠવ્યા છે. ‘જય કોળી સમાજ, જય જય કોળી સમાજ’ના નારા લાગ્યા છે અને સમાજના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Bhavnagar :  નવનીતભાઈએ માન્યો આભાર

નવનીતભાઈ બાલધિયાએ જયરાજ આહીરની ધરપકડને સ્વાગત કરતાં કહ્યું કે તેમને યોગ્ય ન્યાય મળ્યો છે. તેમણે સહકાર આપનાર સમાજના લોકો, આગેવાનો અને સમગ્ર કોળી સમાજનો આભાર વ્યક્ત કર્યો છે. નવનીતભાઈએ સરકાર, રેન્જ આઇજી અને SIT ટીમનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યું, “મને જેમ ન્યાય મળ્યો છે, એ રીતે બીજાને પણ યોગ્ય ન્યાય મળતો રહે એવી ઇચ્છા છે.”

Advertisement

Advertisement

નવનીતભાઈને મળ્યો ન્યાય

મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પણ આ ધરપકડને સકારાત્મક ગણાવી છે. તેમણે કહ્યું કે “નવનીતભાઈને આ મામલે ન્યાય મળ્યો છે.” તેમણે સરકાર અને સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે “આવી ઘટના બીજી વાર ન બને એનું ધ્યાન રાખીશું.”

ન્યાય સંમેલન હવે સન્માન સંમેલન

લીગલ ટીમના કિશનભાઈ મેર અને મનિષાબેન રાઠોડે આને ન્યાયની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે આ ધરપકડથી સમાજને મોટી રાહત મળી છે અને નવનીતને યોગ્ય ન્યાય મળ્યો છે. હવે લીગલ સેલ PI ડાંગરને સહ-આરોપી બનાવવા માટે કોર્ટમાં રજૂઆત કરશે અને કેસને આગળ વધારશે. આ ધરપકડને કારણે 1 ફેબ્રુઆરીએ યોજાવાનું ન્યાય સંમેલન હવે સન્માન સંમેલનમાં ફેરવાઈ ગયું છે. આ સંમેલનમાં નવનીત બાલધિયાને સન્માનિત કરવામાં આવશે અને સમાજના આગેવાનો એકજૂટ થઈને ન્યાયની લડાઈને આગળ વધારવાની વાત કરશે.

તો મહાસંમેલન વિશે મંત્રી કુવરજી બાવળિયાએ કહ્યું છે કે, આ સંમેલન ક્યાં હેતુંથી થઈ રહ્યું છે, તે જાણવું ખુબ જ જરૂરી છે. હવે આમંત્રણ ક્યાં હેતુથી મળે છે, ત્યારે ખબર પડશે. જો હતુ સારો હશે તો ચોક્કસ જઈશું.

આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં જયરાજ આહીરની ધરપકડ સૌથી મોટો વિકાસ છે. SITની તપાસ હજુ ચાલુ છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ ધરપકડથી કોળી અને આહીર સમાજ વચ્ચેના તણાવમાં થોડી રાહત આવી છે અને ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ વધ્યો છે.

આ પણ વાંચો- Bullet train પ્રોજેક્ટમાં દુર્ઘટના : લોખંડની પ્લેટ પડતાં પિતા સાથે 9 વર્ષના બાળકનું પણ મોત

Tags :
Advertisement

.

×