Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar કોળી સમાજ મહાસંમેલન : બગદાણા વિવાદમાં સમાજને હાંકલ, વિવાદમાં વધુ ભડકાના એંધાણ

Bhavnagar : જિલ્લાના બગદાણા વિવાદને લઈને કોળી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદમાં સમાજના હિતો અને અધિકારોને લઈને કોળી સમાજના સેવક નવનીતભાઈ બાલધિયા દ્વારા સમગ્ર કોળી સમાજને હાંકલ કરવામાં આવી છે. તેમણે આગામી 1 ફેબ્રુઆરી, 2026ના રોજ ભાવનગર ખાતે યોજાનારી ન્યાય સભામાં સમગ્ર સમાજને એકજૂટ થઈને હાજર રહેવાનું આહ્વાન કર્યું છે. નવનીતભાઈ બાલધિયાએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો જાહેર કરીને આ અપીલ કરી છે.
bhavnagar કોળી સમાજ મહાસંમેલન   બગદાણા વિવાદમાં સમાજને હાંકલ  વિવાદમાં વધુ ભડકાના એંધાણ
Advertisement
  • Bhavnagar કોળી સમાજ મહાસંમેલન : બગદાણા વિવાદમાં 1 ફેબ્રુઆરીએ ન્યાય સભામાં હાજર રહેવાની હાકલ
  • નવનીતભાઈ બાલધિયાની અપીલ: કોળી સમાજને બગદાણા વિવાદમાં એકજૂટ થવા હાંકલ
  • 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં ન્યાય સભા : કોળી સમાજને હાજર રહેવાનું આહ્વાન
  • બગદાણા વિવાદમાં કોળી સમાજની એકતા : નવનીતભાઈએ વીડિયોમાં કરી અપીલ
  • ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા : સમાજને હાંકલ, હજારોની ઉપસ્થિતિની અપેક્ષા

Bhavnagar : જિલ્લાના બગદાણા (Bagdana) વિવાદને લઈને કોળી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદમાં સમાજના હિતો અને અધિકારોને લઈને કોળી સમાજના સેવક નવનીતભાઈ બાલધિયા (Navneetbhai Baldhiya) દ્વારા સમગ્ર કોળી સમાજને હાંકલ કરવામાં આવી છે. તેમણે આગામી 1 ફેબ્રુઆરી, 2026ના રોજ ભાવનગર ખાતે યોજાનારી ન્યાય સભામાં સમગ્ર સમાજને એકજૂટ થઈને હાજર રહેવાનું આહ્વાન કર્યું છે.

Bhavnagar  અન્યાય સામે એકજૂટ થવા કરાઈ અપીલ

નવનીતભાઈ બાલધિયાએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો જાહેર કરીને આ અપીલ કરી છે. તેમણે વીડિયોમાં કહ્યું છે કે, "બગદાણા વિવાદમાં કોળી સમાજના હિતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ અન્યાય સામે એકજૂટ થઈને ન્યાય મેળવવા માટે 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં યોજાનારી ન્યાય સભામાં તમામ કોળી બંધુઓએ હાજર રહેવું જરૂરી છે." તેમણે સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલોને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિનંતી કરી છે.

Advertisement

Advertisement

પરંપરાગત હિતોને લઈને અન્યાય

આ ન્યાય સભાનો હેતુ બગદાણા વિવાદના મુદ્દે સમાજની એકતા દર્શાવવાનો અને સરકાર તેમજ સંબંધિત અધિકારીઓ સમક્ષ માંગણીઓ મૂકવાનો છે. સમાજના આગેવાનોના મતે, આ વિવાદમાં સમાજના અધિકારો અને પરંપરાગત હિતોને લઈને અન્યાય થઈ રહ્યો છે, જેને લઈને સમાજમાં ભારે રોષ છે.

Bhavnagar  : જયરાજની ધરપકડની અટકળો ઉપર પૂર્ણ વિરામ?

ઉલ્લેખનિય છે કે, માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ગઈકાલે એટલે 21 જાન્યુઆરીના દિવસે SIT સામે હાજર થયા હતા. આ દરમિયાન એવી ચર્ચા ચાલી રહી હતી કે, પૂછપરછ બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવશે. જોકે, એવું કઈ થયું નહતું. પૂછપરછ બાદ જયરાજ આહિરે તપાસમાં સાથ-સહકાર આપવાની વાત કરી હતી. હવે આ વિવાદમાં કોળી સમાજના મહાસંમેલનની વાત સામે આવી રહી છે. તો નવનીતભાઈ દ્વારા આખા સમાજને ન્યાય અપાવવા માટે હાંકલ કરવામાં આવી રહી છે. તેવામાં આગામી દિવસોમાં વિવાદમાં ભડકો થવાના એંધાણ દેખાઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર અપીલ

આ અંગે સમાજના આગેવાનો અને યુવાનો સોશ્યલ મીડિયા પર આ અપીલને વ્યાપક પ્રસાર આપી રહ્યા છે. આગામી ન્યાય સભામાં હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ ભાવનગરમાં યોજવા જઈ રહ્યો છે. જેમાં સમાજના આગેવાનોની અપીલ છે કે તમામ કોળી બંધુઓ 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં ન્યાય સભામાં એકજૂટ થઈને હાજર રહે અને સમાજના હિતોની રક્ષા માટે આવાજ ઉઠાવે.

આ પણ વાંચો- સ્કૂલવાનમાં જ દુષ્કર્મ : Rajkotમાં 14 વર્ષની સગીરાને પીંખનારની કરાઈ ધરપકડ

Tags :
Advertisement

.

×