Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bhavnagar : નવનીત બાલધિયા હુમલા કેસમાં ન્યાય સભાની કરાઇ જાહેરાત, હવે કોનો પડશે વારો?

Bhavnagar જિલ્લાના બગદાણા ગામમાં 29 ડિસેમ્બર 2025ના રોજ કોળી સમાજના યુવા અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા ગંભીર હુમલા કેસમાં સમાજમાં આક્રોશ યથાવત છે. આ કેસમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા અત્યાર સુધીમાં 13થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત અન્ય મુખ્ય આરોપીઓનો સમાવેશ થાય છે. પરંતુ પીડિત નવનીત બાલધિયા અને સમાજના આગેવાનોનું માનવું છે કે હજુ પણ બાકીના દોષિતોને પકડવામાં આવ્યા નથી અને પૂર્ણ ન્યાય મળ્યો નથી.
bhavnagar   નવનીત બાલધિયા હુમલા કેસમાં ન્યાય સભાની કરાઇ જાહેરાત  હવે કોનો પડશે વારો
Advertisement
  • Bhavnagar માં નવનીત બાલધિયા કેસમાં કોળી-ઠાકોર સમાજ આક્રમક : 1 તારીખે હાદાનગરમાં ન્યાય સભા
  • બગદાણા હુમલા કેસમાં બાકી દોષિતોને પકડવા માગ : 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં મહાન્યાય સભા
  • નવનીત બાલધિયાને ન્યાય અપાવવા કોળી સમાજ મેદાને : અક્ષરપાર્કમાં લાગ્યા બેનરો, 1 તારીખે સભા
  • ભાવનગર : બગદાણા કેસમાં સમાજની મહાન્યાય સભા, બાકી આરોપીઓની ધરપકડની માંગ
  • કોળી-ઠાકોર સમાજની એકજૂટતા : નવનીત બાલધિયા હુમલા કેસમાં 1 તારીખે ન્યાય સભા

Bhavnagar : જિલ્લાના બગદાણા ગામમાં 29 ડિસેમ્બર 2025ના રોજ કોળી સમાજના યુવા અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા ગંભીર હુમલા કેસમાં સમાજમાં આક્રોશ યથાવત છે. આ કેસમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા અત્યાર સુધીમાં 13થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત અન્ય મુખ્ય આરોપીઓનો સમાવેશ થાય છે. પરંતુ પીડિત નવનીત બાલધિયા અને સમાજના આગેવાનોનું માનવું છે કે હજુ પણ બાકીના દોષિતોને પકડવામાં આવ્યા નથી અને પૂર્ણ ન્યાય મળ્યો નથી.

કોળી-ઠાકોર સમાજ એકજૂટ

આ મુદ્દે સમગ્ર કોળી-ઠાકોર સમાજ એકજૂટ થયો છે. ભાવનગર શહેરમાં હાદાનગર વિસ્તારના અક્ષરપાર્ક અને અન્ય જગ્યાઓ પર 'ન્યાય સભા'ના બેનરો લાગી ગયા છે. આ બેનરોમાં નવનીત બાલધિયાને ન્યાય અપાવવા અને બાકીના દોષિતોને તાત્કાલિક પકડવાની માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી શકે છે. સમાજના આગેવાનો દ્વારા આગામી 1 ફેબ્રુઆરી (1 તારીખ)ના રોજ સાંજે 4 વાગ્યે ભાવનગર શહેરમાં મહાન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

કિશન મેરેએ કરી સભાની જાહેરાત

આ સભા દ્વારા સમાજ ન્યાય માટેની માંગને વધુ તેજ કરવા માંગે છે. કોળી સમાજના યુવા પ્રમુખ અને અન્ય આગેવાનો જેમ કે કિશન મેરે આ સભાનું એલાન કર્યું છે. સમાજમાં આ કેસને લઈને ભારે રોષ છે, કારણ કે હુમલો ધોકાઓ અને લાકડીઓ વડે કરવામાં આવ્યો હતો, જેમાં નવનીત ગંભીર રીતે ઘાયલ થયા હતા. SIT તપાસમાં જયરાજ આહીરને મુખ્ય ષડયંત્રકારી તરીકે ઓળખવામાં આવ્યા છે અને તેને જેલમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ સમાજનું કહેવું છે કે આખા ષડયંત્રના તમામ સભ્યોને સજા મળવી જોઈએ.

મહાસભાઓ-યાત્રાઓ પછી ન્યાયસભા

આ ઘટના બાદ કોળી સમાજના વિવિધ વિસ્તારોમાં મહાસભાઓ અને યાત્રાઓ યોજાઈ ચૂકી છે, જેમાં હજારો લોકો ભાગ લીધો છે. 1 તારીખની ન્યાય સભા દ્વારા સમાજ પોતાની એકતા અને ન્યાયની માંગને વધુ મજબૂત કરશે. પોલીસ અને વહીવટી તંત્ર પર પણ દબાણ વધી રહ્યું છે કે તપાસને વધુ ઝડપી બનાવવામાં આવે અને બાકીના આરોપીઓને પકડવામાં આવે.

તે ઉપરાંત આગામી સમયમાં પોલીસના અધિકારીઓ સામે પણ યોગ્ય કાર્યવાહી ન કરવાને લઈને મુદ્દો ઉઠાવવામાં આવે છે. તો જયરાજ આહિર સામે ચાલી રહેલી તપાસમાં કાચું ન કપાય તેના માટેની વાત કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો- Vadodara : નકલી PSIએ સીનીયર સીટીઝન પાસેથી પડાવ્યા દોઢ કરોડ રૂપિયા

Tags :
Advertisement

.

×