Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : કમોસમી વરસાદ-માવઠાએ ડુંગળીના ખેડૂતોને પાયમાલ કર્યા

ડુંગળીની મોટા પાયે ખેતી કરનાર ખેડૂતો પોતાનો પાક લઇને મહુવા માર્કેટ યાર્ડમાં ગુણો-ગુણો ભરીને પહોંચ્યા હતા. જો કે, ત્યાં જઇને તેમના નિરાશા જ સાંપડી હતી. ખેડૂતોનો પ્રતિ કિલોના રૂ. 3.50 ભાવ આપવામાં આવ્યા હતા. જેને પગલે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા હતા (Bhavnagar Farmer Onion Low Price Issue). આ ખેડૂતોએ એક સુરે, સરકાર તેમની મદદ કરે તેવો અવાજ ઉઠાવ્યો છે.
bhavnagar   કમોસમી વરસાદ માવઠાએ ડુંગળીના ખેડૂતોને પાયમાલ કર્યા
Advertisement
  • માવઠાનો માર હજી પણ વેઠતા ખેડૂતો
  • માર્કેટ યાર્ડમાં ડુંગળીના તળિયાના ભાવે ખેડૂતોનો રડાવ્યા
  • ખેડૂતે કહ્યું, આમાં, અમને શું મળે

Bhavnagar : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ભાવનગર-મહુવાના ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા હોય (Bhavnagar Farmer Onion Low Price Issue) તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડુંગળીના ભાવ તળિયે પહોંચતા જગતનો તાત નારાજ અને નિરાશ છે. મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના પ્રતિ કિલો રૂ. 3.55 રૂપિયા ભાવ મળ્યા છે. જેને પગલે ગુણો ભરીને માર્કેટ યાર્ડમાં જતા ખેડૂતોના નિરાશા સાંપડી છે. અને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. જો કે, સરકાર દ્વારા માવઠાની સ્થિતીને ધ્યાને રાખીને ખેડૂતો માટે ઐતિહાસીક મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ જગતનો તાત તેનાથી ખુશ નહીં હોવાના સુર પણ ઉઠી રહ્યા છે.

Tags :
Advertisement

.

×