Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bhavnagar : માયાભાઈ આહિર Vs કોળી સમાજ ! હીરાભાઈ સોલંકીની એન્ટ્રી સાથે જ બગદાણા PI ડાંગર એકાએક લિવ રિઝર્વમાં

Bhavnagar : ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે નવનીતભાઈ બાલધિયા પર માર મારવાના મામલે મોટો વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં કોળી સમાજના કદાવર અને પ્રભાવશાળી નેતા હીરાભાઈ સોલંકીએ આકરો વિરોધ કર્યો હતો અને પોલીસ તંત્ર પર દબાણ વધાર્યું હતું. તેમની આ હુકાર અને વિરોધના પગલે બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.વી.ડાંગરની તાત્કાલિક બદલી કરવામાં આવી છે.
bhavnagar   માયાભાઈ આહિર vs કોળી સમાજ   હીરાભાઈ સોલંકીની એન્ટ્રી સાથે જ બગદાણા pi ડાંગર એકાએક લિવ રિઝર્વમાં
Advertisement
  • Bhavnagar :  નવનીતભાઈ બાલધિયા પર હુમલાનો મામલો : કોળી સમાજના નેતાની હુકારથી બગદાણા PI બદલાયા
  • બગદાણા પોલીસ સ્ટેશનમાં ફેરબદલ : PI ડી.વી.ડાંગરને લીવ રિઝર્વમાં મોકલાયા
  • હીરાભાઈ સોલંકીના વિરોધ બાદ ભાવનગર પોલીસની કાર્યવાહી : મહુવા PIને બગદાણાનો ચાર્જ
  • બગદાણા મારપીટ કેસમાં નવો વળાંક : સમાજના દબાણથી પોલીસ અધિકારીની બદલી

Bhavnagar : ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે નવનીતભાઈ બાલધિયા પર માર મારવાના મામલે મોટો વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં કોળી સમાજના કદાવર અને પ્રભાવશાળી નેતા હીરાભાઈ સોલંકીએ આકરો વિરોધ કર્યો હતો અને પોલીસ તંત્ર પર દબાણ વધાર્યું હતું. તેમની આ હુકાર અને વિરોધના પગલે બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.વી.ડાંગરની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. આ વિવાદ હજું પણ વધારે આગળ વધે તેવું દેખાઈ રહ્યું છે. હાલમાં જ હીરાભાઈ સોલંકીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ પુરૂષોત્તમ સોલંકીને કહેતા સંભળાય છે કે, "મોટાભાઈ ગમે ત્યાં હોવ સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે.

Bhavnagar :  માયાભાઈના પુત્ર જયરાજ પર આરોપ

જણાવી દઈએ કે માયા ભાઈ આહિરના પુત્ર જયરાજ પર નવનીતભાઈ બાલધિયાને માર મારવાનો આરોપ છે. આ સાથે જ પોલીસ દ્વારા પીડિત દ્વારા કહેવામાં આવ્યું હોય તેવી કાર્યવાહી ન કરવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. નવનીતભાઈનું કહેવું છે કે, પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નથી. તેમણે એફઆઈઆરમાં જયરાજનું નામ પણ લખ્યું નથી.

Advertisement

કોળી સમાજમાં આક્રોશ

પીડિત સાથે થયેલા અન્યાય અને પોલીસની અયોગ્ય કાર્યવાહીની આશંકા દેખાતા કોળી સમાજ મેદાને ઉતર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ વચ્ચે હવે હિરાભાઈ સોલંકીએ પણ આકરો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ પીઆઈને એકાએક લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવતા મામલો ગરમાયો છે. આ ઘટનામાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા અને કોળી સમાજના નેતા હીરાભાઈ સોલંકીએ આ મુદ્દે સીધો હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે પોલીસ અધિકારીઓની કામગીરી પર અસંતોષ વ્યક્ત કરીને ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ કરી હતી. આ દબાણને પગલે ભાવનગર પોલીસ વિભાગે ત્વરિત કાર્યવાહી કરી અને PI ડી.વી.ડાંગરને લીવ રિઝર્વમાં ભાવનગર ખાતે મૂકી દેવામાં આવ્યા છે.

Advertisement

ડાંગરની જગ્યાએ PI કે.એસ.પટેલને સોંપાયો ચાર્જ

બગદાણા પોલીસ સ્ટેશનનો અસ્થાયી ચાર્જ હવે મહુવા પોલીસ સ્ટેશનના PI કે.એસ.પટેલને સોંપવામાં આવ્યો છે. આ બદલી તાત્કાલિક અસરથી અમલમાં મૂકાઈ છે, જેથી વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને તપાસ પ્રક્રિયા નિષ્પક્ષ રીતે આગળ વધે. આ ઘટના બાદ વિસ્તારમાં સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

Bhavnagar : હિરાભાઈ સોલંકી પ્રભાવશાળી નેતા

હીરાભાઈ સોલંકી કોળી સમાજના પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા છે અને તેમણે અગાઉ પણ સમાજના મુદ્દાઓ પર મજબૂત અવાજ ઉઠાવ્યો છે. આ વખતે પણ તેમના વિરોધથી પોલીસ તંત્રમાં ઝડપી ફેરફાર થયો છે, જે સમાજના દબાણની તાકાત દર્શાવે છે. મામલાની તપાસ હવે નવા અધિકારીના નેતૃત્વમાં ચાલુ રહેશે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

તો બીજી તરફ આ ઘટનાથી ભાવનગર જિલ્લાના પોલીસ વિભાગમાં ચર્ચા ચાલી રહી છે કે સમાજના નેતાઓના દબાણથી અધિકારીઓની બદલીઓ કેટલી હદે ન્યાયી છે. જોકે, પોલીસ અધિકારીઓએ આને વહીવટી કારણોસરની બદલી ગણાવી છે. વિસ્તારના લોકો આ મામલાને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો- ગુજરાતમાં ટૂંક સમયમાં દોડશે દેશની પ્રથમ Bullet Train – રેલમંત્રીની મોટી જાહેરાત

Tags :
Advertisement

.

×