Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: જમ્મુ-કાશ્મીરમાં મૃત્યુ પામેલા પિતા-પુત્રનાં પરિવારજનોની મોરારીબાપુએ મુલાકાત લીધી

આતંકી હુમલામાં ભાવનગરનાં પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું. મોરારીબાપુએ મૃતકોનાં પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.
bhavnagar  જમ્મુ કાશ્મીરમાં મૃત્યુ પામેલા પિતા પુત્રનાં પરિવારજનોની મોરારીબાપુએ મુલાકાત લીધી
Advertisement
  • આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત
  • યતિશભાઈ પરમાર અને સ્મિત પરમારનું થયું મોત
  • મોરારીબાપુએ મૃતોકોના પરિવારજનોને સાંત્વના પાઠવી

મંગળવારનાં રોજ બપોરના સુમારે આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પહેલગાવમાં કરેલ ફાયરીંગમાં 26 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ગુજરાતના 3 લોકોના મોત નિપજ્યા હતા.

Advertisement

પિતા-પુત્રનું આતંકી હુમલામાં મોત નિપજ્યું હતું

ભાવનગરનાં પિતા-પુત્ર તેમજ સુરતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. આતંકી હુમલામાં ભાવનગરનાં યતિશભાઈ પરમાર અને સ્મિત પરમારનું મોત થયું હતું. બંનેનાં પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા.  પરિવારનાં મોભીનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.ત્યારે પિતા-પુત્ર બંનેનાં આતંકવાદી હુમલામાં મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.  આ સમાચાર વાયુ વેગે સમગ્ર ભાવનગર શહેરમાં  પ્રસરી જતા લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.  અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Gondal: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યું પામેલ લોકોને શ્રદ્ધાંજલી અર્પી

મૃતકોનાં પરિવારજનોની મુલાકાત લીધી

જમ્મુ-કાશ્મીરમાં મૃત્યું પામેલા પિતા-પુત્રનાં ઘરે કથાકાર મોરારીબાપુ પહોંચ્યા હતા. તેમજ મોરારીબાપુએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મોરારીબાપુએ મૃતકોના આત્માને શાંતિ માટે રામધૂન કરી પ્રાર્થના કરી હતી. તેમજ બાપુએ સમગ્ર ઘટના અંગે પણ પરિવાર પાસે જાણકારી મેળવી કહ્યું કે પરિવાર સાથે અને ઉભા છીએ.

આ પણ વાંચોઃ Surat: આતંકી હુમલામાં મૃતકોનાં બાળકોની જવાબદારી ઉઠાવશે સવાણી ગ્રુપ

Tags :
Advertisement

.

×