Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bhavnagar નવનીત બાલધિયા કેસ : 14 દિવસ બાદ જયરાજ આહીર થયા જેલમુક્ત!

Bhavnagar : જિલ્લાના બગદાણા વિસ્તારમાં થયેલા વિવાદિત હુમલા કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં મુખ્ય આરોપી ગણાતા જયરાજ આહીર સહિત અન્ય આરોપીઓને મહુવા કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણય બાદ જયરાજ આહીર 14 દિવસના જેલવાસ પછી ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત થયા છે. જેલ બહાર નીકળતા જયરાજ આહીરે ભાગવત ગીતા બતાવીને ખુશી વ્યક્ત કરી હતી અને પરિવાર સાથે આનંદ મનાવ્યો હતો.
bhavnagar નવનીત બાલધિયા કેસ   14 દિવસ બાદ જયરાજ આહીર થયા જેલમુક્ત
Advertisement
  • Bhavnagar  : બગદાણા હુમલા કેસમાં મોટો વળાંક, જયરાજ આહીર સહિત 6 આરોપીઓને મહુવા કોર્ટે આપ્યા જામીન
  • જયરાજ આહીર જેલમુક્ત : નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં 14 દિવસ પછી મુક્તિ
  • માયાભાઈ આહીરના પુત્ર જયરાજને જામીન : બગદાણા કેસમાં રાહત, આજે જેલ બહાર
  • નવનીત બાલધિયા હુમલા કેસ : જયરાજ આહીર સહિત ચારથી વધુ આરોપીઓ જેલમુક્ત

Bhavnagar : જિલ્લાના બગદાણા વિસ્તારમાં (Bagadana) થયેલા વિવાદિત હુમલા કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવનીત બાલધિયા (Navneet Baldhia) પર થયેલા હુમલાના કેસમાં મુખ્ય આરોપી ગણાતા જયરાજ આહીર (Jayaraj Ahir) સહિત અન્ય આરોપીઓને મહુવા કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણય બાદ જયરાજ આહીર 14 દિવસના જેલવાસ પછી ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત થયા છે. જેલ બહાર નીકળતા જયરાજ આહીરે ભાગવત ગીતા બતાવીને ખુશી વ્યક્ત કરી હતી અને પરિવાર સાથે આનંદ મનાવ્યો હતો.

જયરાજ આહિરનું SITની તપાસમાં નામ આવ્યું સામે

આ કેસની શરૂઆત 29 ડિસેમ્બર, 2025ના રોજ બગદાણા પોલીસ મથકમાં નોંધાયેલા હુમલાના ગુનાથી થઈ હતી. બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર રાત્રે અજાણ્યા લોકોએ પાઈપ અને લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં નવનીત બાલધિયાને ગંભીર ઈજાઓ થઈ હતી. શરૂઆતમાં FIRમાં 8 અજાણ્યા આરોપીઓના નામ હતા, પરંતુ પાછળથી SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની તપાસમાં જયરાજ આહીરનું નામ સામે આવ્યું હતું.

Advertisement

Advertisement

પ્રારંભિક જામીન અરજી થઈ હતી નામંજૂર

જયરાજ આહીર, જે લોકપ્રિય લોકકલાકાર માયાભાઈ આહીરના (Mayabhai Aahir) પુત્ર છે, તેમને 24 જાન્યુઆરી, 2026ના રોજ SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમને બગદાણા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા બાદ મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને પ્રારંભિક જામીન અરજી નામંજૂર થતાં તેઓ ભાવનગર જિલ્લા જેલમાં મોકલાયા હતા. આ દરમિયાન કેસમાં કુલ 14 આરોપીઓ જેલમાં હતા. જયરાજ આહીર સહિત અનેક આરોપીઓએ મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજીઓ દાખલ કરી હતી.

જયરાજ આહિર સહિત 6 અન્ય આરોપીઓને જામીન

7 ફેબ્રુઆરી, 2026ના રોજ મહુવા કોર્ટે જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઈ કામળીયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા સહિત 6 આરોપીઓની શરતી જામીન અરજીઓ મંજૂર કરી હતી. કોર્ટે બચાવ પક્ષની દલીલોને ધ્યાનમાં લીધી અને શરતો સાથે જામીન આપ્યા. જેલમુક્તિ પ્રક્રિયા પૂર્ણ થતાં જયરાજ આહીર સાંજ સુધીમાં જેલ બહાર આવ્યા. જેલમાંથી બહાર નીકળતા તેમણે ભાગવત ગીતા બતાવીને ભક્તિ અને શાંતિનો સંદેશ આપ્યો અને પરિવાર સાથે ખુશી વ્યક્ત કરી.

આ કેસમાં પીડિત નવનીત બાલધિયાએ આરોપીઓના જામીન સામે વાંધા ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આરોપીઓ બહાર આવશે તો કેસ નબળો પડી શકે છે. તેમણે જેલમાં જયરાજને VVIP સુવિધા મળવાનો પણ આક્ષેપ કર્યો હતો. જોકે કોર્ટે શરતી જામીન આપીને આરોપીઓને રાહત આપી છે.

આ પણ વાંચો-Ambalal Patel Weather Forecast : તૈયાર પાક પર ફરશે પાણી? અંબાલાલ પટેલની આગાહીથી ધરતીપુત્રોમાં ફફડાટ

Tags :
Advertisement

.

×