ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : પહેલગામ હુમલાનાં પીડિત પરિવારનો Gujarat first સાથે સંવાદ, કહ્યું- અમને સેના પર ગર્વ

જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પહેલગામમાં 22 એપ્રિલ, 2025 નાં રોજ સમગ્ર દેશને હચમચાવી દે એવી ઘટના બની હતી.
11:57 PM Jul 29, 2025 IST | Vipul Sen
જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પહેલગામમાં 22 એપ્રિલ, 2025 નાં રોજ સમગ્ર દેશને હચમચાવી દે એવી ઘટના બની હતી.
Bhavnagar_Gujarat_first
  1. ઓપરેશન 'મહાદેવ' દ્વારા સેનાનો આતંક પર પ્રચંડ પ્રહાર (Bhavnagar)
  2. પહલગામમાં ધર્મ પૂછીને મારનારાનો સેનાએ કર્યો ખાતમો
  3. હુમલામાં 26 નિર્દોષ લોકોમાં ભાવનગરનાં 2 લોકોનાં થયા હતા મોત
  4. સેનાએ આતંકીઓને ઠાર મારતા પીડિત પરિવારે સેનાને બિરદાવી

Bhavnagar : જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ ખાતે ધર્મ પૂછીને નિર્દોષ 26 લોકોને ગોળી મારી ક્રૂર હત્યા કરનારાઓનો (Pahalgam Terror Attack) ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે 'ઓપરેશન મહાદેવ' હાથ ધરી ખાતમો કર્યો છે. આ 26 નિર્દોષ પર્યટકોમાં બે ભાવનગરનાં 2 લોકો પણ સામેલ હતા. ભારતીય સેનાએ (Indian Army) આંતકીઓને ઠાર મારતા પીડિત પરિવારે સેનાની કામગીરીને બિરદાવી છે. તેમણે કહ્યું કે, અમને અમારી સેનાનાં જવાનો પર ખૂબ જ ગર્વ છે.

આ પણ વાંચો - Surat : ઉધનાનાં 1500 કરોડનાં સાઇબર ફ્રોડ કેસમાં પોલીસને મોટી સફળતા, વધુ 8 આરોપીની ધરપકડ

હુમલામાં 26 નિર્દોષ લોકોમાં ભાવનગરનાં 2 લોકોનાં થયા હતા મોત

જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પહેલગામમાં 22 એપ્રિલ, 2025 નાં રોજ સમગ્ર દેશને હચમચાવી દે એવી ઘટના બની હતી. 3-4 આતંકીઓએ પહેલગામમાં રજાઓની મજા માણી રહેલા નિર્દોષ પર્યટકોને ધર્મ પૂછીને ગોળી મારી હત્યા કરી હતી. આ 26 મૃતકોમાં ભાવગરના બે લોકો પણ સામેલ હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સરકાર આતંકીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માગ સમગ્ર દેશમાંથી ઊઠી હતી. ત્યારે સરકારે પણ સેનાને ખુલી છૂટી આપી હતી અને પછી ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદુર' (Operation Sindoor) હાથ ધરી પાકિસ્તાનમાં (Pakistan) એર સ્ટ્રાઇક કરી 9 જેટલા આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા.

આ પણ વાંચો - Sabarkantha : હિંમતનગરનાં બગીચા વિસ્તારમાંથી કિંમતી દાગીના ચોરનાર અમદાવાદનો શખ્સ પકડયો

પીડિત પરિવારની Gujarat first સાથે વાત, કહ્યું- અમને સેના પર ગર્વ

જો કે, પહેલગામમાં પર્યટકો પર હુમલો કરનારા હજું પણ ફરાર હતા. પરંતુ, ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે 'ઓપરેશન મહાદેવ' (Operation Mahadev) હાથ ધરી આખરે આતંકીઓને શોધી કાઢ્યા અને ઠાર માર્યા. પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરનાં યતિષભાઈ પરમાર અને સ્મિત પરમારનું મોત નીપજ્યું હતું. આતંકીઓનાં ખાતમા બાદ પીડિત પરિવારની પ્રતિક્રિયા સામે આવી છે. પીડિત પરિવારે ગુજરાત ફર્સ્ટ (Gujarat first) સાથે વાતચીતમાં કહ્યું કે, આખરે 26 લોકોનાં મોતનો બદલો લેવાયો છે. આનંદ છે કે સરકારે 26 નિર્દોષોનાં મોતનો બદલો લીધો. અમને અમારી સેનાના જવાનો પર ખૂબજ ગર્વ છે.

આ પણ વાંચો - Gondal : માજી મંત્રી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Tags :
BhavnagarCRPFGUJARAT FIRST NEWSIndian-Armyjammu and kashmir policeOperation MahadevOperation Sindoorpahalgam terror attackPakistanTop Gujarati News
Next Article