Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bhavnagar : આરોપીઓનો વરઘોડો તો નિકળી ગયો પરંતુ મુદ્દાની વાત તે છે કે કોણ સાચું ? જયરાજભાઈ કે નવનીતભાઈ

Bhavnagar :  ભાવનગરના બગદાણાના નવનીતભાઈને માર મારવાનો વિવાદ પ્રતિદિવસ આગળ વધી રહ્યો છે. આ અંગે હવે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે તેમના ઉપર લગાવવામાં આવતા આરોપેને લઈને જવાબ આપ્યો છે. આ અંગે તેમણે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું છે કે, હું ક્યારેય નવનીતભાઈને મળ્યો નથી.
bhavnagar   આરોપીઓનો વરઘોડો તો નિકળી ગયો પરંતુ મુદ્દાની વાત તે છે કે કોણ સાચું   જયરાજભાઈ કે નવનીતભાઈ
Advertisement

Bhavnagar :  ભાવનગરના બગદાણાના નવનીતભાઈને માર મારવાનો વિવાદ પ્રતિદિવસ આગળ વધી રહ્યો છે. આ અંગે હવે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે તેમના ઉપર લગાવવામાં આવતા આરોપેને લઈને જવાબ આપ્યો છે. આ અંગે તેમણે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું છે કે, હું ક્યારેય નવનીતભાઈને મળ્યો નથી. તેઓ જણાવે છે કે, મારી તો વાતચીત તેમના સાથે પાંચ દિવસ પહેલા થઈ ગઈ હતી. એવું નથી કે આજે વાતચીત થઈને સમગ્ર ઘટના પણ આજે ઘટી એટલે કે મારામારી થઈ એવી કોઈ જ બાબત નથી.

Bhavnagar : જયરાજભાઈ આહિરે  શું કહ્યું?

વધુમાં જયરાજ આહિરે કહ્યું કે, ઘટના બની તેના બીજા કે ત્રીજા દિવસે તેને તેઓ મારી સાથે જોડી રહ્યાં છે. તેઓ કહે છે કે, નવનીતભાઈએ પોતે ત્રણથી ચાર નિવેદન અલગ-અલગ આપ્યા છે. તો બીજી તરફ નવનીતભાઈએ પોતે પણ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતુ કે, મારા પાસે જયરાજ આહિર દ્વારા મારા ઉપર હુમલો કરાવ્યો છે, તેના પૂરાવા છે.

Advertisement

આ પૂરાવાઓ અંગે જવાબ આપતા જયરાજ આહિરે જણાવ્યું કે, તેમના પાસે ઓથેન્ટીક પૂરાવા હોય તો તેઓ રજૂ કરી શકે છે. જણાવી દઈએ કે, હાલમાં કોળી સમાજના આગેવાન અને જયરાજ આહીરની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. પરંતુ તેની ગુજરાત ફર્સ્ટ પુષ્ટી કરતું નથી. હવે નવનીતભાઈ અને જયરાજભાઈ આહીર વચ્ચેના આરોપ-પ્રત્યારોપોને લઈને કોઈ જ નક્કર પરિણામ સામે આવી રહ્યું નથી. કોણ સાચું છે અને કોણ ખોટું છે? તે પ્રશ્નનો ચોક્કસ જવાબ હજું સુધી મળી શક્યો નથી.

Advertisement

આરોપીઓનો કાઢવામાં આવ્યો વરઘોડો

જોકે, આ વચ્ચે એક બીજા મોટા સમાચાર તે સામે આવી રહ્યાં છે કે, નવનીતભાઈ ઉપર હુમલો કરનારાઓનો પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. નવનીતભાઈ બાલધીયા પર હુમલાના કેસમાં પોલીસ દ્વારા આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. હવે ઘટનાનું તેમનું રિન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તમામ આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈને પચનામું કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, આ મારામારીનો મામલો પાછલા કેટલાક દિવસથી ચાલી રહ્યો છે. તો કોળી સમાજના પ્રભાવશાળી આગેવાન હીરાભાઈ સોલંકી પણ અગ્રેસર રીતે મેદાનમાં ઉતરી આવ્યા છે. આ કેસને લઈને પીઆઈ ડાંગરને પણ લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. હીરાભાઈ સોલંકી પોતાના ભાઈ પુરૂષોત્તમ સોલંકી સાથે ફોન કરીને હોમ મીનિસ્ટરને મળવાની વાત પણ કરી છે.

મુદ્દાની વાત તે કે સાચું કોણ?

આમ વિવાદ પ્રતિદિવસ આગ પકડી રહ્યું છે. આ કેસમાં અવનવા મુદ્દાઓ જોડાઈ રહ્યાં છે તો અનેક નવા અપડેટો પણ સામે આવતા રહ્યાં છે. તો હવે જોવાનું રહ્યું કે, આ કેસમાં ફાઈનલ અપડેટમાં શું સામે આવે છે. તે જોવું ખરેખર રોચક રહેશે કે, આ કેસમાં કોળી સમાજના નવનીતભાઈ સાચા ઠરે છે કે પછી જયરાજ આહીરની જીત થાય છે. આમ મુદ્દાની વાત તે છે કે, કોણ સાચું અને કોણ ખોટું? આ જવાબ માટે તમારે થોડા સમય રાહ જોવી પડી શકે છે. કેમ કે એક નવા પોલીસ અધિકારીને તપાસમાં મૂકવામાં આવ્યો છે, જેઓ તટસ્થ તપાસ કરતાં હોવાના સમાચાર પણ સામે આવી રહ્યાં છે. તેથી આગામી સમયમાં સત્ય સામે આવી શકે છે.

આ પણ વાંચો- Bhavnagar : માયાભાઈ આહિર Vs કોળી સમાજ ! હીરાભાઈ સોલંકીની એન્ટ્રી સાથે જ બગદાણા PI ડાંગર એકાએક લિવ રિઝર્વમાં

Tags :
Advertisement

.

×