શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ દ્વારા એક વિશેષ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે 350 જેટલા પોલીસ કર્મચારીઓની 29 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
ભાવનગર પોલીસનું મોટું અભિયાન
આ ટીમો દ્વારા શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસનું મુખ્ય ધ્યાન અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા અને શંકાસ્પદ લોકો પર છે.
પોલીસ ટીમો આવા તત્વોના ઘરો પર પહોંચી તપાસ કરી રહી છે જેથી કરીને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મેગા કોમ્બિંગ ઉપરાંત, શહેરના તમામ પ્રવેશદ્વારો અને મુખ્ય રસ્તાઓ પર સુરક્ષાનું ચુસ્ત પાસું ગોઠવવામાં આવ્યું છે. શહેરમાં અલગ-અલગ 8 જેટલી ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.
8 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરાયું
શહેરના વિવિધ રૂટ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, લોકોની સુરક્ષા અને ઉત્સવની ભવ્યતા જળવાઈ રહે તે માટે પોલીસ કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી.
ભાવનગર પોલીસનું આ આક્રમક સુરક્ષા અભિયાન ગુનેગારોમાં ફફડાટ ફેલાવવા અને શાંતિપ્રિય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવા માટે છે. પોલીસની આ સતર્કતા રથયાત્રાના આયોજકો અને ભાવિકોમાં વિશ્વાસ જગાવે છે. સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad Cat Registration : AMCનો નવો નિર્ણય, પાલતું બિલાડીનું રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું