Bhavnagar માં ખુલ્લેઆમ યુવાન પર છરીથી હુમલો કરાયો, મોતીતળાવ વિસ્તારમાં બની ઘટના
Bhavnagar ના મોતીતળાવ વિસ્તારમાં યુવાન ઉપર ખુલ્લેઆમ છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને રૂપિયાની લેવડ-દેવડમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. 4 શખ્સો ફરિયાદીને મળવાના બહાને ભેગા થયા અને ત્યારબાદ તેમની પર હુમલો કરવામાં આવ્યો છે. રૂપિયા 5 હજારની લેવડદેવડ મામલે 4 શખ્સે 32 વર્ષીય અજય ચૌહાણને માર માર્યો હોવાના ઈજાગ્રસ્ત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
રૂપિયાની લેતીદેતીમાં હુમલો કરાયો
ભાવનગરમાં રૂ. 5 હજારની લેતીદેતીમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે અને 32 વર્ષીય અજય ચૌહાણને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોતી તળાવ વિસ્તારમાં આ ઘટના બની છે. બીજી તરફ IPL ક્રિકેટ મેચના સટ્ટાની હાર-જીતના રૂપિયાની ઉઘરાણીમાં હુમલો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોતીતળાવ વિસ્તારમાં હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર ની સર ટી.હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભાવનગરમાં વધતી ગુનાખોરીને પગલે પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો.
Bhavnagar પોલીસે ટીમ બનાવી આરોપીને શોધવા કવાયત કરી શરૂ
પોલીસે અલગ-અલગ ટીમ બનાવી છે અને ફરાર આરોપીને શોધવા માટે કવાયત શરૂ કરી છે. આરોપીઓ ટૂંક સમયમાં પોલીસની પકડમાં આવી જશે તેવો પોલીસનો દાવો છે. ત્યારે બોરતળાવ વિસ્તારમાં અવાર-નવાર મારામારીની ઘટના પણ બનતી હોવાની વાત સામે આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસના હાથ આરોપીઓ સુધી કેટલા સમયમાં પહોંચેછ છે. યુવકને માથાના અને પેટના ભાગે ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર


