ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : પોલીસ ઘોર નિદ્રામાંથી અચાનક કેમ જાગી? દિવાળી પહેલા ગેરકાયદે ધંધાઓ પર રેડ

Bhavnagar પોલીસે શહેરમાં એકાએક ગેરકાયદેસર ચાલી રહેલા સ્પા-જૂગાર અને દારૂ સહિતના ગોરખધંધાઓ પર રેડ પાડવાનું ચાલું કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. ઘૌર નિંદ્રામાંથી જાગેલી પોલીસની કામગીરીને લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે
01:16 AM Oct 12, 2025 IST | Mujahid Tunvar
Bhavnagar પોલીસે શહેરમાં એકાએક ગેરકાયદેસર ચાલી રહેલા સ્પા-જૂગાર અને દારૂ સહિતના ગોરખધંધાઓ પર રેડ પાડવાનું ચાલું કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. ઘૌર નિંદ્રામાંથી જાગેલી પોલીસની કામગીરીને લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે

Bhavnagar :  ભાવનગર પોલીસ આખરે લાંબા સમયની નિષ્ક્રિયતા બાદ દિવાળીના તહેવારોમાં ગેરકાયદે ધંધાઓ પર નજર રાખવા માટે સક્રિય થઈ છે. શહેરના વાઘાવાડી રોડ પર અક્ષરવાડી મંદિર સામે આવેલા એક કોમ્પ્લેક્સમાં પોલીસે રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઇવા સુરભી નામના શોપિંગ મોલમાં ચાલતા સ્પા પર પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે.

આ કાર્યવાહી બે કલાકથી વધુ સમય સુધી ચાલી પરંતુ હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે કોઈ ગેરરીતિ ઝડપાઈ છે કે નહીં. પોલીસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સત્તાવાર માહિતી પ્રાપ્ત થશે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આ રેડ કોઈ ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી હશે. ભાવનગર પોલીસે લાંબા સમય બાદ શહેરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે એક પછી એક કાર્યવાહી શરૂ કરી છે, જેને લઈને નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો- અમદાવાદમાં 70માં ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન,લક્ષ્ય અને નિત્તાન્શી બન્યા બેસ્ટ ડેબ્યૂ એક્ટર્સ, રવિ કિશનને બેસ્ટ સપોર્ટિંગ રોલનો એવોર્ડ

દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ગેરકાયદે ધંધાઓ, જેમ કે જુગાર, દારૂનું વેચાણ અને અનૈતિક પ્રવૃત્તિઓ વધુ સક્રિય થતા હોવાની શંકા હોય છે. આવા સમયે પોલીસની આ તપાસને શહેરના ગેરકાયદે કારોબારો પર અંકુશ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યુ છે. અક્ષરવાડી વિસ્તારમાં આવેલા આ સ્પાઓમાં ઘણા સમયથી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો ઉઠતી હતી, જેના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હોવાનું મનાય છે.

પોલીસ સુત્રોએ જણાવ્યું છે કે, અમે શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત નજર રાખી રહ્યા છીએ. દિવાળીના સમયમાં આવા ધંધાઓ વધે છે, તેથી અમે ચેકિંગ અભિયાન ચલાવી રહ્યા છીએ." જોકે, આ ચોક્કસ રેડમાં કયા પ્રકારની ગેરરીતિઓ ઝડપાઈ તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે આ કાર્યવાહીઓથી શહેરમાં ગેરકાયદે ધંધાઓ પર નિયંત્રણ આવશે, પરંતુ તેની સફળતા પોલીસની સતત દેખરેખ પર નિર્ભર રહેશે.

આ રેડથી શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોલીસની સક્રિયતા વધવાની શક્યતા છે. વાઘાવાડી રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવી કાર્યવાહીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, અને આગામી દિવસોમાં વધુ સ્થળો પર તપાસ થવાની અપેક્ષા છે. ભાવનગર પોલીસની આ 'જાગૃતિ' શહેરના નાગરિકો માટે રાહતની વાત છે, પરંતુ આવી કાર્યવાહીઓનું પરિણામ શું આવે છે, તેની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો- TALIBAN સાથે ભયંકર અથડામણમાં 5 પાકિસ્તાની સૈનિકોના મોત, અફગાની સેનાએ સરહદની અનેક પાક ચોકીઓ પર કર્યો કબજો

Tags :
#AksharwadiSpaInvestigation#BhavnagarIllegalActivity#BhavnagarPoliceRaid #IllegalBusinessDiwali#EvaSurabhiShoppingMall#WaghawadiRoadRaidGujaratCrimeNews
Next Article