Bhavnagar : રરંધોળા ડેમમાં કરોડોનો ભ્રષ્ટાચાર? રીનોવેશનના ગણતરીના દિવસોમાં જ ઓટોમેટિક દરવાજા થયા નિષ્ફળ!
Bhavnagar જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા રંધોળા ડેમમાં સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ડેમના ઓટોમેટિક દરવાજામાં સર્જાયેલી તકનીકી ક્ષતિના કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હોવા છતાં દરવાજા સમયસર કાર્યરત ન થતા મોટી હોનારત સર્જાતા સહેજમાં ટળી હતી. આ ઘટનાએ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલા કામોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો ઊભા કર્યા છે.
Advertisement
Bhavnagar : મહત્વની વાત એ છે કે, ગત વર્ષે જ રંધોળા ડેમના રીનોવેશન પાછળ અંદાજે 1.50 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. ટેક્સપેયર્સના કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો દરવાજા જેવી મહત્વની સિસ્ટમમાં ક્ષતિ રહેતી હોય, તો તે આયોજન અને અમલીકરણમાં રહેલી ખામીઓને છતી કરે છે.

