રોનાલ્ડોની સફળતા બાદ નવી આશા જાગી
વર્ષ 2022 માં વાયબીસી (YBC) ક્લબથી રમતની શરૂઆત કરનાર રોનાલ્ડો માટે દેશની જર્સી પહેરીને મેદાન પર રાષ્ટ્રગીત સાંભળવું એ સપનું સાકાર થવા સમાન હતું. વર્ષ 2023 માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના કેમ્પમાં પસંદગી પામ્યા બાદ તેણે સ્ટેટ મીટમાં ભાવનગરને વિજેતા બનાવ્યું અને વર્ષ 2024 માં પોન્ડિચેરી નેશનલ્સમાં ગુજરાતની ટીમ વતી શાનદાર પ્રદર્શન કર્યું.
શરૂઆતમાં ઊંચો પણ શારીરિક રીતે સામાન્ય દેખાતો આ ખેલાડી, વાયબીસી ક્લબ અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ડિફેન્સ અને એટેક બંને મોરચે મજબૂત બન્યો.
ગુજરાત દેશમાં બાસ્કેટબોલનું સૌથી મોટું પાવરહાઉસ બનવા જઈ રહ્યું છે
આર્થિક તંગી હોવા છતાં માતા-પિતાએ તેને હંમેશાં શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી રમત પર ધ્યાન કેન્દ્રિત રાખવાની પ્રેરણા આપી. જેના બળ પર તે લેબ્રોન જેમ્સને આદર્શ માની આજે સિનિયર ભારતીય ટીમ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. દીકરાની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિથી આજે તેની માતા ગર્વ અનુભવી રહ્યાં છે.
ગુજરાતમાં રમતગમતનો આ ઉત્સાહ આગામી 2 અને 5 જુલાઈએ અમદાવાદમાં યોજાનારા ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલા સાથે નવી ઊંચાઈએ પહોંચશે.
આ ઉપરાંત, અગાઉ કતારમાં યોજાનારો અંડર-18 એશિયા કપ પણ હવે 13 થી 23 ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં રમાશે, જેમાં એશિયાની 16 સર્વશ્રેષ્ઠ ટીમો ભાગ લેશે. આ મેગા ટૂર્નામેન્ટ સ્પષ્ટ સંકેત છે કે આગામી સમયમાં ગુજરાત દેશમાં બાસ્કેટબોલનું સૌથી મોટું પાવરહાઉસ બનવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો : Patan APMC માં ચેરમેન પદ માટે જંગ, સર્વોચ્ચ પદ માટે આજે આવી શકે છે નિર્ણય