Bhavnagar : પોલીસ ભરતીના ઉમેદવારો માટે STની ખાસ ભેટ, 12 જેટલી વધારાની બસો દોડાવવાનો નિર્ણય
Bhavnagar ST વિભાગ દ્વારા પોલીસ ભરતીના ઉમેદવારો માટે 12 બસો દોડાવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તા.14 જૂને પોલીસ ભરતીની પરીક્ષા હોવાથી લેવામાં આવ્યો નિર્ણય. ભાવનગર સહિત પાલિતાણા, મહુવા અને તળાજા ST ડેપોમાંથી વધારાની 12 જેટલી બસો દોડાવશે.
Advertisement
Bhavnagar ડેપો માંથી 6 બસ, પાલિતાણા ડેપોથી 2 બસ, તળાજા માંથી 2 બસ અને મહુવા ડેપો માંથી 2 બસ મૂકવામાં આવી છે. ઉમેદવારો પરીક્ષા સ્થળે ટાઈમ પ્રમાણે પહોંચી શકે અને મુશ્કેલીના પડે એને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જવા વાળા ઉમેદવારો માટે આ બસની સુવિધાનો ઉપયોગ કરી શકશે. 13 અને 14 જૂનથી નક્કી કરેલા આ રૂટની બસોનું પરીક્ષાર્થીઓ એસ.ટી. નિગમની ઓનલાઇન પ્લેટફોર્મ પરથી રિઝર્વેશન કરી શકશે.

