ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : તાતણીયા ગામે વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે! શાળાની બહાર ઉપવાસ પર બેઠા

શાળાની બહાર બેસીને ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ કરી વિરોધ દાખવવામાં આવી રહ્યો છે.
09:04 PM Jul 24, 2025 IST | Vipul Sen
શાળાની બહાર બેસીને ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ કરી વિરોધ દાખવવામાં આવી રહ્યો છે.
Bhavnagar_Gujarat_first main
  1. ભાવનગરનાં તાતણીયા ગામે આચાર્યની બદલીનો વિરોધ યથાવત (Bhavnagar)
  2. ત્રણ દિવસથી શિક્ષકની બદલી સામે વિદ્યાર્થીઓનો ઊગ્ર વિરોધ
  3. શાળાની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેઠા
  4. વર્ષ 2017 થી કાર્યરત એક માત્ર શિક્ષકાની બદલી થઈ જતા ભારે રોષ
  5. આચાર્ય નિમિષાબેન ચૌહાણે સ્વૈચ્છિક બદલી કરવાની કરી વાત

Bhavnagar : ભાવનગરમાં તાતણીયા ગામે (Tataniya) આવેલ શાળામાં ધોરણ 9 -10 નાં વર્ગમાં માત્ર એક જ શિક્ષકા હોઈ તેમની પણ બદલી થઈ જતાં પ્રિન્સિપાલ ઓફિસને તાળાબંધી કરી ગ્રામજનોએ વિરોધ દાખવ્યો હતો. આજે ત્રીજા દિવસે પણ વિરોધ યથાવત છે. શાળાની બહાર બેસીને ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ કરી વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. આચાર્યની બદલી રદ કરવા વિદ્યાર્થીઓ અને વાલીઓએ માગ ઉચ્ચારી છે.

આ પણ વાંચો - Bhavnagar : તાતાણીયા ગામે પ્રિન્સિપાલની ઓફિસને ગ્રામજનોએ જ કરી તાળાબંધી, કારણ ચોંકાવનારું!

ગ્રામજનોએ પ્રિન્સિપાલની ઓફિસને તાળાબંધી કરી વિરોધ દાખવ્યો

ભાવનગર જિલ્લાના (Bhavnagar) જેસર તાલુકાના તાતણીયા ગામે (Tataniya Village) આવેલી માધ્યમિક શાળાનાં પ્રિન્સિપાલની ઓફિસને ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. માહિતી મુજબ, શાળામાં વર્ષ 2017 થી કાર્યરત એક માત્ર શિક્ષકા નિમિષાબેન ચૌહાણની (Nimishaben Chauhan) પણ બદલી થઈ જતાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા ગ્રામજનોએ શાળાનાં પ્રિન્સપાલની ઓફિસને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આ નિર્ણયને રદ કરવા સરકારને માગ કરી હતી.

આ પણ વાંચો - Jamnagar : એક તરફ 'સ્માર્ટ એજ્યુકેશન' ની વાતો, બીજી તરફ શિક્ષક-ઓરડાની પણ ઘટ!

શાળાની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેઠા

ગ્રામજનોનું કહેવું છે કે, શાળામાં ધોરણ 9-10 માં 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને માત્ર એક શિક્ષિકા છે, અને હવે તેમની પણ બદલી કરવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓનાં અભ્યાસનું શું ? તેમનાં ભવિષ્યનું શું ? છેલ્લા ત્રણ દિવસથી શિક્ષકાની બદલી સામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા ઊગ્ર વિરોધ નોંધાવવા આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે શાળાની બહાર બેસની ઉપવાસ પર ઉતર્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, નિમિષાબેન આચાર્ય તરીકે શાળામાં આવતા 100 ટકા રિઝલ્ટ મળ્યું. આથી, શિક્ષિકાની બદલીનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ, આચાર્ય નિમિષાબેન ચૌહાણે સ્વૈચ્છિક બદલી કરવાની વાત કરી હતી. છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ અર્થે નથી ગયા.

આ પણ વાંચો - Ahmedabad : ઓનલાઇન ગેમિંગની લતે શિક્ષિકાને બનાવી ચોર!

Tags :
BhavnagarGUJARAT FIRST NEWSJessar Talukalocked the principal's officeNimishaben ChauhanSecondary SchoolTataniya villageTop Gujarati News
Next Article