કેરી અન્નકૂટ પૂર્ણ થયા બાદ બધી કેરી રક્તપિત કોલોની, ભિક્ષુકો તેમજ દરિદ્રોમાં વિતરણ કરવામાં આવશે. ભાવનગરના સ્વામિનારાયણ મંદિરમાં ભીમ અગિયારસને લઈ વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ભકતોએ આજે નિર્જળા એકાદશીએ દર્શન કરી ખુશી વ્યકત કરી હતી.
ધ્રાંગધ્રા રામ મહેલ મંદિરે ભીમ અગિયારસે અખંડ રામધૂનનું આયોજન
ધ્રાંગધ્રા શહેરના પૌરાણિક રામ મહેલ મંદિરે ભીમ અગિયારસના પાવન અવસરે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ધ્રાંગધ્રા પંથક સહિત વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. ઝાલાવાડી પરંપરા અને વર્ષો જૂની ધાર્મિક રૂઢિ મુજબ યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ભક્તોએ રામનામના સંકીર્તન સાથે ભક્તિમય વાતાવરણનો અનુભવ કર્યો હતો.
માતા કુંતાજી પણ પોતાના પાંચેય પુત્રો પાસે આ વ્રત કરાવતા હતા
ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશી એ વર્ષની તમામ અગિયારસમાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે અન્ન અને જળનો ત્યાગ કરીને (નિર્જળા) ઉપવાસ કરવામાં આવે છે.
આ વ્રત કરવાથી આખા વર્ષની 24 અગિયારસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. મહાભારત કાળમાં પાંડવોમાં સૌથી વધુ ભૂખ સહન ન કરી શકતા ભીમે માત્ર આ એક જ એકાદશીનું કઠિન નિર્જળા વ્રત કર્યું હતું, જેથી આ દિવસને 'ભીમ અગિયારસ' તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર