પ્રિયરાજસિંહ પરમાર અને અમન આસિફ ખોખર વચ્ચે પાર્કિંગ મુદ્દે થયેલી તકરારમાં અમન ખોખરે અંગત અદાવત રાખી હતી. આ જૂની દાઝ રાખીને આરોપીએ આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો હતો.
અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે
ઘટનાના દિવસે અમન ખોખર, ઈમિયાઝ કાજી, અશ્રત નાસીરહુસેન શેખ અને અયાન મજીદ ઉચડિયા સહિતના આશરે દસ જેટલા શખ્સોએ છરી અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે પ્રિયરાજસિંહ અને હર્ષ ચૌહાણ પર હુમલો કર્યો હતો. હુમલાને પગલે બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ નિલમબાગ પોલીસની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને પીડિત વિદ્યાર્થીની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપીઓ સહિત ચાર શખ્સોની અટકાયત કરી લીધી છે.
ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ બન્યું રણમેદાન
યુનિવર્સિટી કેમ્પસ જેવી પવિત્ર જગ્યાએ વિદ્યાર્થીઓ પર આ પ્રકારના હુમલા થવા એ ચિંતાનો વિષય છે. વિદ્યાર્થી નેતા પર થયેલા હુમલાને પગલે અન્ય વિદ્યાર્થીઓમાં પણ સુરક્ષાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસે હવે કેમ્પસમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને આવા તોફાની તત્વો સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. શિક્ષણના મંદિરમાં હિંસાનું સ્થાન ન હોવું જોઈએ, ત્યારે પોલીસની આ કાર્યવાહી અને યુનિવર્સિટી તંત્ર દ્વારા લેવામાં આવતા આગામી પગલાં પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો : Jamnagar મનપામાં અધિકારીશાહીનો દબદબો, કોર્પોરેટરના કામો ટલ્લે ચઢાવતા તંત્ર સામે કોર્પોરેટરના આકરા પાણી