Bhavnagar : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, લીંબુના ભાવનાં ઘડાટો થતા ખેડૂતોની સ્થિતિ કફોડી
- ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
- ખેડૂતોને માર્કેટયાર્ડમાં નથી મળતા લીંબુના પુરતા ભાવ
- માર્કેટયાર્ડમાં લીંબુની આવકમાં થયો વધારો
- લીંબુના ભાવમાં 40 ટકાનો ઘટાડો થયો
હાલ ઉનાળા ની સિઝન શરૂ છે તેવામાં એક તરફ પાંચ દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો અને તેના કારણે ભાવનગર જિલ્લા માં બાગાયતી ખેતી કરતા ખેડૂતો કે જોવો નો લીંબુ ના પાક ને અસર પડી અને તેના કારણે લીંબુ ના ભાવ ઘટી ગયા જે શરૂઆત ની સિઝન માં લીંબૂ ના ભાવ 100થી લઈ 150 જેવા હતા તે ઘટી ને હવે 60 થી લઈ 40 રૂ.જેવા થઈ જતા ખેડૂતો ફરી એકવાર કમોસમી વરસાદ ના કારણે મુશ્કેલીઓ મુકાયા છે
ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો વેપારી એક વખત પડ્યા ઉપર પાટુ જોવા મળી રહ્યું છે જેનું કારણ છે કે છેલ્લા પાંચ દિવસ માં મળેલ વરસાદ અને પવન ના કારણે લીંબુ ના ફાલ માં તેની મોટી અસર જોવા મળી છે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવકમાં વધારો તો જોવા મળી રહ્યો છે 12,000 જેટલી લીંબુની ગાસળીની આવક છે પરંતુ તેની સામે ભાવની જો વાત કરીએ તો માત્ર 40 થી લઈ 60 રૂપિયા જેવું જ ભાવ મળી રહ્યો છે જેના કારણે બાગાયતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું કેવું છે કે માવઠું પડવાના કારણે લીંબુનો ફાલની આવક સારી જોવા મળી રહી છે પરંતુ તેની સામે હાલ સિઝનમાં જે ભાવ હોવા જોઈએ તે નથી મળી રહ્યા ગત ઉનાળાની સિઝન ની વાત કરીએ તો ઉનાળે સીજનમાં લીંબુના ભાવ ₹100 થી લઈ 150 રૂપિયા જેવા હતા જેથી ખેડૂતોને બે પૈસા નો ફાયદો થઈ રહ્યો હતો. પરંતુ હાલ ઉનાળાની સિઝનમાં ક મોતની વરસાદે ખેડૂતોના લીંબુના પાકને અસર હોવાના કારણે ખેડૂતોના હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સારા લીંબુના 40 રૂપિયા થી લઈ 60 રૂપિયા જેવો ભાવ મળતા 40% ભાવમાં ઘટાડો થતાં હાલ ખેડૂતોને ફરી એક વખત પડ્યા ઉપર પાટુ જોવા મળી રહ્યું છે ખેડૂતોનું કહેવું છે કે લીંબુ ના પાકમાં ખર્ચ પણ મોટો થઈ જતો હોય છે પરંતુ તેની સામે હાલ લીંબુના ભાવ માં ઘટાડો થતાં ખેડૂતો ફરી એક વખત ઓછા ભાવે લીંબુ વેચવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચોઃ Surat : વીમા કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરનાર બે ઝડપાયા
હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવકમાં દરકામ વધારો જોવા મળી રહ્યો છે લીંબુના વેપારીઓનું પણ કેવું છે કે જે પ્રમાણે વરસાદ પડે ને તેના કારણે લીંબુના ભાવમાં 40% જુઓ ઘટાડો થયો છે તેના કારણે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે લીંબુની બાગાયતી ખેતી કરતા ખેડૂતો ના છૂટકે પણ ઓછા ભાવે તેનો પાક વેચવા મજબૂર બન્યા છે આ સિઝનમાં ખેડૂતોને ₹100 થી લઈ 150 રૂપિયા જેવો ભાવ મળે તો પોસાય તેમ છે પરંતુ ઉપર લેવલે લીંબુનું ભાવ માર્કેટ ના હોવાના કારણે અને માલની આવક હોવાના કારણે સાથે કમ મોસમી વરસાદ પડ્યો હોવાથી આ લીંબુના ભાવ માં ઘટાડો થયો છે જેના કારણે ખેડૂતો ઓછા ભાવે લીંબુ વેચવા આવી રહ્યા છે.