અધિકારીઓની હાજરીમાં કરાયેલા ખોદકામ દરમિયાન ગેરકાયદેસર પાણીની લાઈન મળી આવી હતી જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.
સિહોરમાં પાણી પુરવઠા વિભાગ સામે સવાલો
સમગ્ર ઘટનાનો વીડિયો પણ ગ્રામજનોએ જાહેર કર્યો, જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. પાણી ચોરીના કારણે ગામોને પૂરતું પાણી ન મળતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ સાચો પડતા મામલો ગરમાયો છે.
સિહોરના આસપાસના તાલુકાના ગામોમાં લાંબા સમયથી પાણી સમય પ્રમાણે અને ઓછા પ્રેસરથી મળતી હોવાની વાત સામે આવી હતી અને આ મામલે ગ્રામજનોએ અધિકારીઓને પણ રજૂઆત કરી હતી, પરંતુ અધિકારીઓએ રસ ના દાખવતા ગ્રામજનોએ જાતે કામગીરી કરીને પાણી ચોરી ઝડપી પાડી હતી.
દૂષિત પાણી મુદ્દે રહીશોએ નગરપાલિકામાં કર્યો હતો હલ્લાબોલ
સિહોર શહેરમાં દૂષિત પાણીના વિતરણ મુદ્દે વોર્ડ નંબર 5ની જગદીશ્વરાનંદ સોસાયટીના રહીશોએ બુધવારે નગરપાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીની આગેવાની હેઠળ, રહીશો દૂષિત પાણીના નમૂનાઓ સાથે ચીફ ઓફિસરને મળવા પહોંચ્યા હતા.
સિહોર વોર્ડ નંબર ચાર સ્ટેશન રોડ વિસ્તારમાં તેમજ વોર્ડ નંબર નવ શિવમ સીટી વિસ્તારમાં પાણીના જોઈન્ટ આપવા મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કામગીરી ન કરવામાં આવતા વિપક્ષનેતાએ નગરપાલિકાના ચીફ ઑફિસરને રૂબરૂમાં ફરિયાદ આપી રજુઆત કરી હતી અને આ સત્તાધિશો દ્વારા જાણી જોઈને કેટલાક કામો વિલંબ કરાઇ રહ્યો છે.
વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ જણાવ્યું હતું કે આ અંતિમ વખત લેખિત રજૂઆત છે જો હવે નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂરી નહીં થાય તો તેમના પોતાના સ્વખર્ચે આ કામ પૂરું કરવામાં આવશે.
આ પણ વાંચો : Rajkot : જેતલસર જંકશનના પ્રશ્નો 10 દિ'માં ન ઉકેલાય તો ટ્રેક પર બેસી રેલ રોકો આંદોલન કરીશ : MLA જયેશ રાદડિયા