Bhavnagar : અસ્મિતા મહાસંમેલન પહેલા યુવરાજનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
- હું કોઈ સમિતિનો ભાગ નથી: યુવરાજનું સ્પષ્ટ નિવેદન
- સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા સંદેશ
- તાજપોસી પહેલા મહાસંમેલનને લઇને તણાવ
ભાવનગર (Bhavnagar)ના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલન પહેલા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યુવરાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "હું કોઈપણ સમિતિનો ભાગ નથી." આ નિવેદન તેમના સમર્થકો અને ક્ષત્રિય સમાજ માટે એક મોટો સંદેશ છે. તેણે આ સ્પષ્ટતા કરી છે કે, તેમના અથવા તેમના પૂર્વજોના નામનો ઉપયોગ રાજકીય લાભ માટે ન થવો જોઈએ.
સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા સંદેશ...
યુવરાજે આ નિવેદન સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને જાહેર કર્યું. આ પોસ્ટને કારણે ક્ષત્રિય સમાજમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. 20 મી સપ્ટેમ્બર પર યોજાનારા અસ્મિતા મહાસંમેલન પહેલાં યુવરાજની આ પોસ્ટે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો : Ambaji : 7 દિવસમાં 32.54 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, મંદિરમાં 2.66 કરોડ રોકડની આવક, સોનાનું પણ દાન થયું
તાજપોસી પહેલા મહાસંમેલનને લઇને તણાવ...
20 મી સપ્ટેમ્બરે યોજાનારા આ અસ્મિતા મહાસંમેલનમાં યુવરાજની હાજરી વિશે તર્ક ચાલી રહ્યા છે, ખાસ કરીને તેમની તાજપોસી પહેલા આવી પોસ્ટની ટાઈમિંગને ધ્યાનમાં રાખતા. જયવીરરાજસિંહે રાજકીય આકાંક્ષાઓથી દૂર રહેવાનો ઈશારો આપ્યો છે, અને તેણે પોતાના સમર્થકોને પણ યોગ્ય રીતે આ બાબતને સમજવાની અપીલ કરી છે.