Actress Begging On Street : ચકાચોંધથી દૂર અભિનેત્રી ભીખ માંગવા મજબૂર
Actress Begging On Street : ગ્લેમરની દુનિયા પણ ખૂબ જ વિચિત્ર છે. ક્યારેક તે લોકોને એવું જીવન આપે છે, જે કોઈ સ્વપ્નથી ઓછું નથી હોતું, પરંતુ ક્યારેક તે તેમને એવી રીતે ફસાવી દે છે કે, વ્યક્તિની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. આજકાલ, એક અભિનેત્રી સાથે પણ આવી જ સ્થિતિ બની છે, અને તે રસ્તા પર ભીખ માંગતી જોવા મળી છે.
Actress Begging On Street, માનસિક સ્થિતિ પણ સારી નથી
ભોજપુરીની અભિનેત્રી મિતાલી શર્મા તેના જીવનના ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ અભિનેત્રી માયાનગરી એટલે કે, મુંબઈ શહેરના રસ્તાઓ પર ભીખ માંગતી જોવા મળી છે. એટલું જ નહીં, તેની માનસિક સ્થિતિ પણ સારી નથી, જેના કારણે તેને માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
Actress Begging On Street, કરિયર માટે મુંબઈ આવી
એક સમય હતો જ્યારે મિતાલીએ મોડેલિંગની દુનિયામાં પણ સારું નામ કમાવ્યું હતું. ઉપરાંત, તેની કારકિર્દીની શરૂઆત ખૂબ જ સારી હતી, અને લોકો તેને પસંદ પણ કરતા હતા, પરંતુ હવે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મિતાલી પોતાના કરિયર માટે મુંબઈ આવી હતી, પરંતુ પોતાના સપના પૂરા કરવા માટે તે પોતાના પરિવારથી અલગ થઈ હતી.
બધા ચોંકી ગયા
શરૂઆતમાં મિતાલીને કામ મળ્યું, પણ પછી તેને કામ મળવાનું બંધ થઈ ગયું, અને તે માનસિક રીતે પણ નબળી પડી ગઈ હતી. હવે પરિસ્થિતિ એવી છે કે, તે યાદશક્તિ પણ ગુમાવી ચૂકી છે. મુંબઈના લોખંડવાલા વિસ્તારના રસ્તાઓ પર મિતાલી ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી ત્યારે બધા ચોંકી ગયા હતા.
હાથકડી પહેરાવવાનો પ્રયાસ કર્યો
એટલું જ નહીં, આ ઘટના પછી, અભિનેત્રી પર રસ્તા પર હંગામો મચાવવા બદલ ધરપકડ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, જ્યારે એક મહિલા કોન્સ્ટેબલે તેને હાથકડી પહેરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેના પર હુમલો કર્યો હતો.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
આ પછી, મિતાલીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી, ત્યારે તેણે સૌથી પહેલા અધિકારી પાસેથી ખોરાક માંગ્યો હતો. તેની હાલત જોઈને પોલીસે તેને તબીબી સહાય પૂરી પાડી હતી. હવે મિતાલીને સારવાર માટે માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. આગળ શું થાય છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો - Amitabh Bachchan ક્રિકેટર પર આફરીન, કહ્યું - 'તેની ઉંમરે ગિલ્લી-દંડા...!'


