Bhuj : આકાશમાં અજાણ્યો ઝબકારો, એલિયન્સ આવ્યા હતા કે શું?
- ભુજ તાલુકાના રણકાંધી વિસ્તારમાં રાત્રીના અદભુત ઘટના ઘટી
- આકાશમાં ચમકતો ચમકારો જોવા મળ્યો
- રાત સમયે ઓચિંતો ચમકારો થતા લોકો અચંબીત થયા
Bhuj : ગુજરાતના ભુજ વિસ્તારના આકાશમાં અજાણ્યો ઝબકારો જોવા મળ્યો છે, જેમાં લોક ચર્ચા થઇ રહી છે કે એલિયન્સ આવ્યા હતા કે શું? ભુજ તાલુકાના રણકાંધી વિસ્તારમાં રાત્રીના આ અદભુત ઘટના ઘટી છે. આકાશમાં ચમકતો ચમકારો જોવા મળ્યો હતો. તેમાં રાત સમયે ઓચિંતો ચમકારો થતા લોકો અચંબીત થયા છે.
ખુલ્લા આકાશમાં કઈ રીતે ચમકારો થયો
ખુલ્લા આકાશમાં કઈ રીતે ચમકારો થયો તેને લઇ લોકો મુંઝવણમાં મુકાયા છે. જેમાં તારો તૂટવા જેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. કચ્છ જિલ્લામાં ગતરાત્રે આકાશમાં અજીબ પ્રકારની ઘટના સામે આવી હતી. ભુજમાં રણકાંધી વિસ્તારમાં આકાશમાં અદભૂત પ્રકાશિત ચમકારો થયો હતો. તારો તૂટવા જેવી ઘટના સામે આવતા લોક ચર્ચા શરૂ થઇ છે.
આકાશમાં ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે
આ મુદ્દે ખગોળશાસ્ત્રીઓએ કહ્યું, આકાશમાં ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે, ત્યારે આ અદભુત આકાશી ચમકારાથી લોકો અચંબિત થયા હતા. રાત્રે 3 વાગ્યાની આસપાસ આકાશમાંથી જાણે લાઈટ જતી હોય કે કોઈ મોટી વસ્તુ પડતી હોય તેવું લાગ્યું હતું. પછી જાણવા મળ્યું કે આ તો કંઈક આકાશી નજારો હતો. તેવું સ્થાનિકોએ જણાવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટ વિસ્તારમાં આવેલ તંદુર પેલેસ હોટેલમાં હત્યાનો ભેદ ઉકેલાયો