Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યભરમાં અગનવર્ષાનો પ્રારંભ, 41.6 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર નોંધાયું

Gujarat News : ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને આ શરૂઆતમાં જ આકાશમાંથી જાણે અગનવર્ષા (Heat Wave) થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. જે ગરમી એપ્રિલ અને મે મહિનામાં જોવા મળે છે તે ઉનાળાની શરૂઆતમાં એટલે કે માર્ચ મહિનામાં...
રાજ્યભરમાં અગનવર્ષાનો પ્રારંભ  41 6 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર નોંધાયું
Advertisement

Gujarat News : ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને આ શરૂઆતમાં જ આકાશમાંથી જાણે અગનવર્ષા (Heat Wave) થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. જે ગરમી એપ્રિલ અને મે મહિનામાં જોવા મળે છે તે ઉનાળાની શરૂઆતમાં એટલે કે માર્ચ મહિનામાં જ નોંધાઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન (maximum temperature) નો પારો ભુજ (Bhuj) માં 41.6 ડિગ્રીએ પહોંચ્યો છે. જે ગરમી તાજતેરમાં પડી રહી છે તે જોતા લાગે છે કે આ એક શરૂઆત છે, હજુ પણ ગરમીમાં વધારો થવાની પૂરી સંભાવનાઓ છે. રાજ્યમાં એવા 12 શહેર (12 cities) છે જ્યા ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધુ છે.

(Bhuj) 41.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

લોકો માટે બપોરના સમયે નિકળવું હવે મુશ્કિલ થઇ રહ્યું છે. હજું તો ગરમીની શરૂઆત છે તે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીએ અડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અગનવર્ષા થઇ રહી છે. ત્યારે ભુજ (Bhuj) 41.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું છે. હજુ પણ ગરમીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી જ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક અઠવાડિયા પહેલા સવારના સમયે સ્વેટર પહેરવાની જરૂર પડી રહી હતી. રાજ્યનું પાટનગર ગાંધીનગર હોય કે અમદાવાદ શહેર લોકો સતત વધતા તાપમાનના કારણે ગરમીની ઋતુની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી રહ્યા છે.

Advertisement

ક્યા કેટલું તાપમાન નોંધાયું ?

શહેરતાપમાન
ભુજ41.6 ડિગ્રી
રાજકોટ41.1 ડિગ્રી
સુરેન્દ્રનગર41 ડિગ્રી
અમરેલી40.4 ડિગ્રી
ડીસા40.1 ડિગ્રી
અમદાવાદ39.9 ડિગ્રી
વડોદરા39.4 ડિગ્રી
ગાંધીનગર39.4 ડિગ્રી
કંડલા38 ડિગ્રી
છોટા ઉદેપુર37.9 ડિગ્રી
સુરત37.8 ડિગ્રી
દાહોદ36.9 ડિગ્રી

આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે

ઉલ્લેખનીય છે કે,  આવનારા દિવસોમાં ગરમી કેટલી પડશે તે અંગે વિશ્વ હવામાન સંસ્થા એ એક અહેવાલ જારી કર્યો હતો જેમા કહેવામાં આવ્યું હતું કે, દેશમાં 2024 માં ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે. જેની શરૂઆત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધતું રહેશે, જેના કારણે એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. આથી લોકોએ પણ આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.

Advertisement

આ પણ વાંચો - ગુજરાતમાં હોળી પહેલા ગરમી વધી, આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં Yellow Alert

આ પણ વાંચો - રાજ્યભરમાં વધી ગરમી, 4 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો - અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી ગરમી, 2 દિવસમાં ગરમીનો પારો થશે 40 ને પાર

Tags :
Advertisement

.

×