સાંસદ Geniben Thakor ને ચેલેન્જ આપનાર ભુવાજીએ માફી માંગવી પડી!, જાણો શું કહ્યું?
- અંધશ્રદ્ધા મુદ્દે સાંસદ Geniben Thakor ને ચેલેન્જ કરનાર ભુવાજી ઘેરાયા
- ઠાકોર સમાજના અગ્રણીઓએ ભુવાને મંગાવી માફી
- પાટણના મુના ગામના અરવિંદ ભુવાએ માફી માગી
- આગેવાનો પહોંચતા મુના ગામમાં સર્જાયું હતું ઘર્ષણ
ગુજરાતમાં અંધશ્રદ્ધા અને સામાજિક જાગૃતિનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. તાજેતરમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) દ્વારા સમાજને અંધશ્રદ્ધાના ખપ્પરમાંથી બહાર આવવા અને ખોટા ખર્ચાઓ તેમજ વહેમોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. જોકે, આ અપીલ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજી (Arvind Bhuvaji) ને પસંદ ના આવતા તેમણે સાંસદને ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી. ત્યારે હવે ઠાકોર સમાજના આગેવાનોના રોષ સામે ભુવાજીએ નમતું જોખી માફી માંગવી પડી છે.
શું હતો સમગ્ર વિવાદ?
થોડા દિવસો પૂર્વે સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) એક જાહેર મંચ પરથી સમાજના ઉત્થાન માટે શિક્ષણ અને સાચી શ્રદ્ધા પર ભાર મૂક્યો હતો અને અંધશ્રદ્ધા (Superstition) ફેલાવતા લોકોથી સાવધાન રહેવા જણાવ્યું હતું. સાંસદ ગેનીબેને ઠાકોર સમાજને અપીલ કરી હતી કે, “ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગયા છે, આ અંધશ્રદ્ધાનું નેટવર્ક બંધ કરો, લોકોને ઠગવાનું બંધ કરો.”
સાંસદ Geniben Thakor ને ભુવાજીએ આપી હતી ચેલેન્જ
આ નિવેદનથી નારાજ થયેલા અરવિંદ ભુવાજીનો ચેલેન્જ આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં ભુવાજીએ ગેનીબેનને ચેલેન્જ આપતાં કહ્યું:“ગેનીબેન, બીજી વખત વિચારીને બોલજો. સવાસો ગેંગ હોય કે 1500 ગેંગ હોય, મને કોઈ ફરક નથી પડતો.” ,“ડોક્ટરો, વકીલો, નેતાઓ અને પોલીસ એમને લાવો. લોકોનું દુઃખ 5 મિનિટ પણ બંધ કરી દે તો હું માની લઈશ કે હું જુઠ્ઠો છું અને દેરું બંધ કરી દઈશ.” “મારી પાસે હાલ 5 હજારથી વધુ બાધાઓ ચાલે છે. માર્કેટમાં ભુવા ઉભા રહે એ માણસની જીત થાય.” આ ચેલેન્જ અને નિવેદનને કારણે ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનોનું માનવું હતું કે આવા નિવેદનોથી સમાજમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે છે અને યુવા પેઢી ગેરમાર્ગે દોરાય છે.
Congress MP Geniben Thakor ના નિવેદન પર ભુવાજીની ચેલેન્જ | Gujarat First
અંધશ્રદ્ધા મુદ્દે હવે સાંસદ વર્સીસ ભુવાજીની લડાઈ!
સાંસદ ગેનીબેનના નિવેદન પર ભુવાજીની ચેલેન્જ
ભુવાજીએ ધૂણીને કહ્યું બીજીવાર વિચારીને બોલજો
ગેનીબેને કહ્યું હતું કે ઘરે-ઘરે ભુવાઓ પેદા થયા છે
ભુવાઓ… pic.twitter.com/szfNAZCsql— Gujarat First (@GujaratFirst) December 11, 2025
મુના ગામમાં સર્જાયું હતુ ઘર્ષણ
વિવાદનો ઉકેલ લાવવા અને ભુવાજીને સમજાવવા માટે ડીસા સહિતના વિવિધ વિસ્તારોમાંથી ઠાકોર સમાજના અગ્રણીઓ પાટણ (Patan) ના મુના ગામ (Muna village) પહોંચ્યા હતા. આગેવાનો જ્યારે અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા ત્યારે વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો. ભુવાજીના સમર્થકો અને આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી કે ભુવાજીના સમર્થકોએ સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી હતી અને તેમના મોબાઈલ ફોન પણ પડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
MP Geniben Thakor ને ચેલેન્જ આપનાર ભુવાએ અંતે માફી માંગી | Gujarat First
અંધશ્રદ્ધા મુદ્દે સાંસદને ચેલેન્જ કરનાર ભુવાજી ઘેરાયા
ઠાકોર સમાજના અગ્રણીઓએ ભુવાને મંગાવી માફી
પાટણના મુના ગામના અરવિંદ ભુવાએ માફી માગી
આગેવાનો પહોંચતા મુના ગામમાં સર્જાયું હતું ઘર્ષણ
અરવિંદ ભુવાના… pic.twitter.com/tqHvE0uZ1E— Gujarat First (@GujaratFirst) December 22, 2025
યુવાનોના ટોળા ઉમટ્યા અને પોલીસનો કાફલો તૈનાત આગેવાનો સાથે થયેલી આ ગેરવર્તણૂકની જાણ વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ હતી. જોતજોતામાં ઠાકોર સમાજના હજારો યુવાનો મુના ગામમાં એકત્રિત થવા લાગ્યા હતા. ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ જણાતા તાત્કાલિક પોલીસ કાફલાને બોલાવવામાં આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ચક્રગતિમાન કર્યા હતા.
અંતે નમતું જોખ્યું અને માફી માંગી
સમાજના સંગઠિત રોષ અને વણસતી જતી પરિસ્થિતિ જોઈને અંતે અરવિંદ ભુવાજીએ નમતું જોખ્યું હતું. ઠાકોર સમાજના આગેવાનોની હાજરીમાં તેમણે પોતાના નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને જાહેરમાં માફી માંગી હતી. કહ્યું હતુ કે આ હોબાળા બદલ 100 ટકા માફી માગું છું. મારા ઘરે પણ બબાલ થઈ છે. કોઈને મનદુ:ખ ન રાખવા કહ્યું.
આ પણ વાંચોઃ Vadodara: ફેમસ થવાની ઘેલછામાં યુવકે ચાલુ કારની છત પર બેસી કર્યા સ્ટંટ!, જુઓ


