એશિયાની સૌથી મોટી હોસ્પિટલ Ahmedabad Civil માં ભુવાઓ કરે છે સારવાર, વીડિયો જોઇને ચોંકી ન જતા
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવારનો વીડિયો વાયરલ
- ભુવાએ સારવાર કર્યા બાદ દર્દીઓ બેઠા થઇ જતા હોવાનો દાવો
- ડોક્ટર ખોડિયાર નામનો ભુવો અવાર નવાર સિવિલ હોસ્પિટલ જાય છે
Ahmdabad News : સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં ડોક્ટર નહીં પરંતુ ભુવાઓ કરી રહ્યા છે સારવાર. ICU માં ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓની ભુવા દ્વારા સારવાર કરવામાં આવે છે. દર્દી બેઠા પણ થઇ જાય છે અને તેઓ ડોક્ટરના બદલે ભુવાને સાજા થવા માટે ક્રેડિટ આપતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
મુકેશ ભુવાજી નામનો વ્યક્તિનો સારવારનો દાવો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મુકેશ ભુવાજી નામનો વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે. પોતે ખોડિયાર માતાના ભુવા હોવાની ઓળખ આપે છે. ઇન્સ્ટાગ્રામ પર ડોક્ટર ખોડીયાર હોવાનો દાવો કરે છે. હોસ્પિટલોમાં ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓને તંત્ર મંત્ર દ્વારા બેઠા કરી દેતા હોવાનો પણ તે દાવો કરે છે. આવા કેટલાક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
આ પણ વાંચો : Gujarat ને કલંકીત કરતી નિર્ભયા કરતા ભયાનક ઘટના, 11 વર્ષની બાળાના ગુપ્તાંગમાં સળીયો નાખીને...
કડક સુરક્ષા છતા પણ ભુવાઓ કઇ રીતે ઘુસે છે
જેમાં કડક સુરક્ષા હોવા છતા તે સિવિલ હોસ્પિટલમાં જાય છે. જ્યાં સામાન્ય માણસને પણ પ્રવેશ નથી તેવા ICU વિભાગમાં જાય છે. દર્દીઓ પર તંત્ર મંત્ર કરે છે. થોડા સમય બાદ તે દર્દી સાજો થઇ જાય છે અને ભુવાજીની કૃપાથી જ સાજો થયો છે તેવા પ્રકારના વીડિયો તે પોતાના એકાઉન્ટ પર અપલોડ કરે છે. જો કે આ તમામ વચ્ચે સિવિલ હોસ્પિટલ તંત્ર શું કરી રહ્યું છે તે સવાલો થાય છે. આ ભુવાના એકાઉન્ટમાં સિવિલમાં સારવાર કરતો હોવાના અસંખ્ય વીડિયો પડ્યાં છે. તો શું સિવિલ હોસ્પિટલે આવા ભુવાઓને નોકરીએ રાખ્યા છે અથવા તો છુટ આપી છે? તે સવાલ થાય છે.
જ્યાં કોઇને પ્રવેશ નથી તેવા ICU માં પણ ભુવાજી પહોંચી ગયા
સામાન્ય માણસ પોતાના સગા સંબંધીઓની ખબર અંતર પુછવા માટે જાય તો પણ તેમને અંદર નહીં જવા દેતા અને તેમની સાથે રકઝક કરતા સિક્યુરિટી ગાર્ડ ભુવાજી આવે ત્યારે ક્યાં ગુમ થઇ જાય છે. સિવિલની સિક્યોરિટી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતા સિવિલ હોસ્પિટલમાં પશુઓનો ત્રાસ તો હતો જ પરંતુ હવે આવા ભુવાઓનો ત્રાસ પણ વધી ગયો હોય તેવું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
આ પણ વાંચો : ભારતના સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ફેન્સને લાગ્યો ઝટકો
સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રના સરકારી જવાબ
જો કે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ તંત્ર બધુ જાણતું હોવા છતા પણ ભેદી મૌન સેવીને બેઠું છે. સરકારી જવાબો આપી રહ્યું છે. મામલો અમારા ધ્યાને આવ્યો છે. આ અંગે તપાસ સોંપી દેવામાં આવી છે. તપાસના અંતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જેવા સરકારી જવાબ આપીને સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશી ખુશ થઇ રહ્યા છે.
આ પણ વાંચો : LIVE:બાબાસાહેબ આંબેડકર પર અમિત શાહના નિવેદનથી વિપક્ષનો સંસદમાં હંગામો