બાઈડેનનો દીકરો નીકળ્યો મોટો ઠગ! ગર્લફ્રેન્ડના પૈસા પણ ન ચુકવ્યા, 11 માસ સુધી બાંધ્યો સંબંધ
- હન્ટર બાઈડેન અને ઝોની વિવાદાસ્પદ પ્રેમકહાની
- હન્ટર બાઈડેનનું જીવન: પ્રેમ, વિવાદ અને વ્યસન
- ઝોની હિંમત અને હન્ટરના જુઠાણાંની કહાની
- હન્ટર બાઈડેનના જીવનની ખુલ્લી કિતાબ
- ઝોની ફેશન સફર અને વિવાદાસ્પદ ભૂતકાળ
Hunter Biden : અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના પુત્ર હન્ટર બિડેન પોતાના વિવાદાસ્પદ જીવનને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ઝો કેસ્ટન સાથેનો તેમનો 11 મહિનાનો લાંબો રોમાંસ અને તેની આસપાસના વિવાદો તાજેતરમાં સમાચારમાં છે. હન્ટરના અંગત જીવનમાં માદક દ્રવ્યોની લત, રોમેન્ટિક સંબંધો અને કાનૂની મુશ્કેલીઓએ આ કહાનીને વધુ સનસનાટીભર્યું બનાવે છે. ખાસ વાત એ છે કે જ્યારે બંને મળ્યા ત્યારે હન્ટટર તેની એક્સ ગર્લફ્રેન્ડ જો કરતાં બમણી ઉંમરનો હતો. હન્ટરનું અંગત જીવન ખુલ્લી કિતાબની જેમ આખી દુનિયા સામે દેખાવા લાગ્યું છે. આવો, જાણીએ આ સમગ્ર મામલાની સંપૂર્ણ કહાની...
Zoe Kestan કોણ છે?
Zoe Kestan ન્યુ યોર્ક સ્થિત ફેશન ડિઝાઇનર અને સોશિયલ મીડિયા સ્ટાર છે. તે 31 વર્ષની છે અને વકીલ અને સેલ્સપર્સનની દીકરી છે. તેનું બાળપણ ન્યૂયોર્કની અપર ઈસ્ટ સાઇડમાં વિત્યું હતું. તેણીએ પ્રતિષ્ઠિત રોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનમાં અભ્યાસ કર્યો અને ફેશન બ્રાન્ડ બનવાનું સપનું જોયું. સ્નાતક થયા પછી, ઝોએ અમેરિકન કલાકાર જેફ કુન્સ સાથે કામ કર્યું અને પોતાને ન્યૂયોર્કની નાઈટલાઈફમાં સક્રિય રાખી. ઝોએ WEEDSLUT બ્રાન્ડ નામ હેઠળ લિંગેરી અને કપડાનું કલેક્શન લૉન્ચ કર્યું, જે તેની બોલ્ડ અને શાનદાર છબી દર્શાવે છે.
હન્ટર બાઈડેન સાથે મીટિંગ અને રોમાંસ
એક રિપોર્ટ અનુસાર, 2017માં ઝો અને હન્ટર પહેલીવાર મેનહેટનની એક સ્ટ્રીપ ક્લબમાં મળ્યા હતા. તે સમયે, હન્ટર 47 વર્ષનો હતો, જ્યારે ઝો માત્ર 24 વર્ષની હતી. હન્ટર ઝોને 'વીઆઈપી ક્લાયન્ટ' તરીકે ઓળખાવે છે. બંને વચ્ચેનો સંબંધ ટૂંક સમયમાં ગાઢ બન્યો અને તેઓએ લગભગ 11 મહિના સુધી સાથે સમય વિતાવ્યો. જો કે, તેમનો સંબંધ કોઈ સામાન્ય પ્રેમ કહાની ન હતો. તે ડ્રગ્સ, જૂઠાણાં અને ભાવનાત્મક ઉતાર-ચઢાવથી ભરેલો હતો. જણાવી દઇએ કે, આ સંબંધમાં હન્ટરની ડ્રગની આદત મુખ્ય મુદ્દો હતો. હન્ટરને દર 20 મિનિટે કોકેઈનનું સેવન કરવું પડતું હતું. ઝોએ હન્ટરને ઘણી વખત ડ્રગ્સ અપાવવામાં મદદ કરવી પડી હતી.
સંબંધોમાં તણાવ કેવી રીતે આવ્યો?
ઝો અને હન્ટરનો સંબંધ શરૂઆતમાં ગ્લેમરથી ભરેલો હતો. પરંતુ સમય જતાં, હન્ટરના ડ્રગની લતે આ સંબંધને જટિલ બનાવી દીધો. હન્ટરને દર 20 મિનિટે કોકેઈનનું સેવન કરવું પડતું હતું. હન્ટર વારંવાર કોકેઈન અને અન્ય નશાની દવાઓનો દુરુપયોગ કરતો હતો, જેને ઘણી વખત ઝોની મદદની જરૂર પડી હતી. તેણે એક તબક્કે હન્ટરને ડ્રગ્સ અપાવવા માટે રોડ આઇલેન્ડ લઈ જવાની વાતને પણ સ્વીકાર કરી હતી. બંનેના સંબંધોમાં તણાવ ત્યારે આવ્યો, જ્યારે હન્ટર ઝો સાથે જૂઠું બોલ્યો અને અચાનક ગાયબ થઈ ગયો. તેટલું જ નહીં પણ સુત્રોની માનીએ તો બાઈડેને ઝો પાસેથી ઘણીવાર નાણા લીધા અને તેના પરત પણ ન કર્યા.
પુનર્વસન કેન્દ્રએ હન્ટરને ટેકો આપ્યો
2018 માં, હન્ટરે તેના વ્યસનની સારવાર માટે કેટામાઇન થેરાપી કરાવી, પરંતુ તે અસરકારક સાબિત થઇ નહીં. નવેમ્બર 2018 માં, બંનેની મેસાચ્યુસેટ્સના એક પુનર્વસન કેન્દ્રમાં અંતિમ મુલાકાત થઈ હતી. હન્ટરના લેપટોપ પર મળેલા ફોટા અને વીડિયોએ તેમના સંબંધોને સાર્વજનિક કરી દીધા હતા. તેમાં ઝો અને હન્ટરની અંતરંગ પળોના પુરાવા હતા, જે ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા.
હન્ટરના જીવનમાં આવી રીતે થઇ વાપસી, હસીના પોતે જ બની વિલન!
2018 ના અંત સુધીમાં, બંને વચ્ચે ઝઘડા વધી ગયા અને તેમના સંબંધો તૂટી ગયા. હન્ટરે ઝોને ઈમેલમાં કહ્યું, "મેં તારી સાથે ખોટું કર્યું છે. તું મારાથી કાયમ દૂર રહેજે." પાછળથી, હન્ટર લગ્ન કરે છે અને ઝોને કોઈ સંપર્ક ન કરવા વિનંતી કરે છે. જો કે, થયું એવું કે 2023 માં, ઝોએ હન્ટરના કરચોરી અને બંદૂક કાયદાના ઉલ્લંઘનના કેસમાં જુબાની આપવી પડી. ઝોએ કોર્ટને જણાવ્યું કે હન્ટરે તેને મોંઘી હોટલમાં રાખી અને મોટા પ્રમાણમાં રોકડ ઉપાડવા કહ્યું. તેણે ન્યૂયોર્ક અને વેસ્ટ કોસ્ટની ફાઈવ સ્ટાર હોટલોમાં વિતાવેલ સમયનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ઝો કેસ્ટન હાલમાં ક્યાં છે?
આજે, ઝો તેના ભૂતકાળથી દૂર બ્રુકલિનમાં બિડેન સાથે શાંત જીવન જીવે છે. તે તેના પાલતુ કૂતરા સાથે સમય વિતાવે છે અને ફેશનમાં કારકિર્દી બનાવી રહી છે. જો કે, તેણીએ સ્વીકાર્યું કે હન્ટર સાથેનો તેનો સંબંધ તેની ઓળખનો કાયમી ભાગ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, હન્ટર બાઈડેન અને ઝો કેસ્ટનની વાર્તા પ્રેમ, વ્યસન અને વિવાદનું મિશ્રણ છે. આ સંબંધે બંનેના જીવન પર ઊંડી અસર છોડી. જ્યારે હન્ટરની આદતો અને જૂઠ સંબંધોને બગાડે છે, ઝો અનુભવમાંથી શીખે છે અને તેના જીવનને ફરીથી બનાવવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો: બાઈડેને વિદાય પહેલા ભારતને આપી મોટી ગિફ્ટ, જતા જતા દેશની તાકત વધારી ગયા