Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Canada માં મોટો અકસ્માત, અનેક વાહનોની ટક્કર, ભારતીય દંપતી સહિત 4 લોકોના મોત...

કેનેડા (Canada)થી એક દર્દનાખ ઘટના સામે આવી છે. અહીં એકસાથે અનેક વાહનોના અકસ્માતમાં એક ભારતીય દંપતી સહિત ત્રણ મહિનાના પૌત્રનું મોત થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ દારૂની દુકાનમાં લૂંટના શંકાસ્પદ વ્યક્તિનો પીછો કરી રહી હતી જે ખોટી...
canada માં મોટો અકસ્માત  અનેક વાહનોની ટક્કર  ભારતીય દંપતી સહિત 4 લોકોના મોત
Advertisement

કેનેડા (Canada)થી એક દર્દનાખ ઘટના સામે આવી છે. અહીં એકસાથે અનેક વાહનોના અકસ્માતમાં એક ભારતીય દંપતી સહિત ત્રણ મહિનાના પૌત્રનું મોત થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ દારૂની દુકાનમાં લૂંટના શંકાસ્પદ વ્યક્તિનો પીછો કરી રહી હતી જે ખોટી દિશામાં વાહન ચલાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ટોરોન્ટોથી લગભગ 50 કિલોમીટર પૂર્વમાં વ્હીટબીમાં NH-401 પર સર્જાયેલા અકસ્માતમાં ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પરિવાર સાથે મુલાકાત અને શક્ય તમામ મદદની ખાતરી...

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા ટોરોન્ટોએ એક પોસ્ટમાં જણાવ્યું હતું સીજી હોસ્પિટલમાં શોકગ્રસ્ત પરિવારને મળ્યા હતા અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે અમે કેનેડા (Canada)ના અધિકારીઓના સંપર્કમાં છીએ.

Advertisement

Advertisement

ત્રણ મહિનાના બાળક સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા...

ઑન્ટેરિયોના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે થયેલી અથડામણમાં ત્રણ મહિનાના એક શિશુ સહિત ચાર લોકોના મોત થયા હતા. દુર્ઘટના સમયે પીડિતો, ભારતથી આવતા, નિસાન સેન્ટ્રામાં મુસાફરી કરી રહ્યા હતા. દંપતીની સાથે તેમના પૌત્રનું પણ ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : Brazil માં અત્યાર સુધીનો સૌથી ભયંકર વરસાદ, 37 ના મોત…

આ પણ વાંચો : Canada પોલીસનો દાવો, આતંકી નિજ્જરની હત્યા કેસમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ…

આ પણ વાંચો : દુનિયાના સૌથી કમજોર સિંહનો Video થયો Viral, લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ

Tags :
Advertisement

.

×