Big Boss 18 ફેમ ઇન્ફ્લૂએન્ઝર કશિષ કપુર વિવાદમાં, મોટી ઠગાઇનો આરોપ
- કશિષ અને વિવાદોનો જુનો નાતો છે
- હાલમાં કશિષે ડિઝાઇનરને ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું
- ડિઝાઇનરે સમગ્ર મામલે સોશિયલ મીડિયાનો સહારો લીધો
Kashish Kapoor Controversy : 'બિગ બોસ 18' ફેમ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કશિષ કપૂર (Kashish Kapoor Controversy) ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે. થોડા મહિના પહેલા, એવા સમાચાર આવ્યા હતા કે, તેના ઘરમાં ચોરી થઈ હતી અને તેણે તેના ઘરના નોકરને તેના માટે દોષી ઠેરવ્યો હતો. હવે ફરી એકવાર તે સમાચારમાં છે. ખરેખર આ વખતે કશિશ પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે કથિત રીતે 85 હજાર રૂપિયાના ડિઝાઇનર ગાઉનને બગાડ્યો હતો.
ચેટના સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા
ડિઝાઇનર સ્મિતા શ્રીનિવાસ (Designer Smita Srinivas) એ દાવો કર્યો હતો કે, ગાઉન ખરાબ સ્થિતિમાં પરત કરવામાં આવ્યું હતું, જે ભીનું, ધૂળવાળું, ફાટેલું હતું અને ઉપયોગ માટે બિલકુલ યોગ્ય ન્હોતું. એટલું જ નહીં, ડિઝાઇનરે સોશિયલ મીડિયા પર ચેટના સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પહેલા 40 હજાર રૂપિયાનું સમાધાન નક્કી થયું હતું, પરંતુ પછી ઘણા અઠવાડિયાના બહાના પછી, કશિશએ ડિઝાઇનરને બ્લોક કરી દીધી હતી.
ડિઝાઇનરે વિડિઓ શેર કર્યો
સ્મિતા શ્રીનિવાસ (Designer Smita Srinivas) એ લીલા રંગના ગાઉનના વિડિઓ અને ફોટા પણ શેર કર્યા હતા, જે કથિત રીતે ખરાબ સ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા. તેને શેર કરતાં તેણે લખ્યું કે, "કશિષ કપૂરે મારી જોડે રૂ. 85 હજારની છેતરપિંડી કરી છે. આ ફક્ત કોઉચર ગાઉન વિશે નથી. પરંતુ 'સહયોગ' અને 'એક્સપોઝર'ના નામે નાના ડિઝાઇનર્સનું શોષણ કેવી રીતે થાય છે તેના વિશે છે."
ગાઉન ક્ષતિગ્રસ્ત થઈને પાછું આવ્યું
વધુમાં, તેણે (Designer Smita Srinivas) લખ્યું, "ડોટ મીડિયા એજન્સીએ ઇન્ફ્લુઅન્સર કશિષ માટે મારો ગાઉન લીધો હતો. મેં નાના કદનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેઓ XS ઇચ્છતા હતા. પછી ગાઉન ક્ષતિગ્રસ્ત થઈને પાછું આવ્યું, જે ભીનો, ધૂળવાળો, ચોળાયેલો અને અંદરથી બહાર નકામો હતો. તે 85 હજાર રૂપિયાનો કોઉચર પીસ હતો."
40,000 રૂપિયામાં સમાધાન થયું
વધુમાં, તેણે (Designer Smita Srinivas) સ્ક્રીનશોટ ચેટમાં ખુલાસો કર્યો કે, ગાઉન બમણા ભાવ કરતાં વધુ હોવા છતાં, મને રૂ. 40 હજારની ઓફર કરવામાં આવી હતી. પછી અઠવાડિયા સુધી બહાના બનાવ્યા પછી, કશિશે કથિત રીતે બ્લોક કરી દીધી હતી. તેણે લખ્યું, "મેં વળતર માંગ્યું હતું, અથવા ખરીદવા માટે અમે 40,000 રૂપિયામાં સમાધાન કર્યું." અંતે, ડિઝાઇનરે લખ્યું, "પછી અઠવાડિયા સુધી, બહાના બનાવવામાં આવ્યા કે હું કાલે ટ્રાન્સફર કરીશ, બેંકનો મુદ્દો છે, હું ટ્રિપ પર છું. અંતે કશિશે મને બ્લોક કરી દીધો. પછી જ્યારે મેં ફરીથી એજન્સીનો સંપર્ક કર્યો, ત્યારે તેઓએ કહ્યું કે મારા વળતર અંગેના મામલે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ શકે છે."
આ પણ વાંચો ---- Shahrukh Khan ને 'રિટાયર્ડ' થવાનું કહેનારને તેની જ ભાષામાં જવાબ મળ્યો