BIG BREAKING: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરી, જાણો વિદ્યાર્થીઓ પર શું પડશે અસર
- કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લેતા હવે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરી દીધી
- હવે ધોરણ 5 અને 8માં નાપાસ થનારને આગળના વર્ગમાં પ્રમોશન નહીં મળે
- પ્રથમ વખત અસફળ વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરી પરીક્ષા આપવાનો મોકો મળશે
No Detention Policy: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લેતા હવે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરી દીધી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી (Sutdent) ઓને એક તક આપવામાં આવશે અને તેમાં અસફળ થતા નાપાસ જાહેર કરવામાં આવશે. જેમાં પ્રથમ વખત અસફળ વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરી પરીક્ષા આપવાનો મોકો મળશે, પરંતુ જો તેઓ ફરી નિષ્ફળ જશે તો તેમને પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળા ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને બહાર કાઢશે નહીં.
BIG BREAKING: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરી, જાણો વિદ્યાર્થીઓ પર શું પડશે અસરhttps://t.co/o1QAi7Sq4Z@OfficeDp #NoDetentionPolicy #EducationReforms #CentralEducationMinistry #EducationQuality #PolicyChanges #IndiaEducation #EducationSystem…
— Gujarat First (@GujaratFirst) December 23, 2024
ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓને અસર થશે
સોમવારે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરીને લાંબા સમયથી ચાલતી સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. આ નિર્ણય બાદ હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થી (Sutdent) ઓ નાપાસ ગણાશે. સરકારનું માનવું છે કે આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના હેતુથી મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ નીતિની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે નવી સિસ્ટમ હેઠળ ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: Suratમાં પાડોશી મહિલાની સતર્કતાના કારણે બાળકી જોડે અઘટિત ઘટના બનતા ટળી
બે મહિનામાં ફરી પરીક્ષાની તક
આ નવી સિસ્ટમ પ્રમાણે, નાપાસ થયેલા વિદ્યાર્થી (Sutdent)ઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાનો મોકો મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં પ્રમોશન આપવામાં આવશે નહીં. જો કે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
જાણો શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે
શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ પરિણામોમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોની શીખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ પગલું જરૂરી માનવામાં આવે છે, કારણ કે આ વર્ગો મૂળભૂત શિક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નવી નીતિ સાથે, વિદ્યાર્થી (Sutdent)ઓ અને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Surat: ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના વાલીઓ અને સંચાલકો આમને સામને