ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Police ના ઇતિહાસમાં સૌથી ચકચારી વિવાદમાં PSI સસ્પેન્શનથી કેમ બચી ગયા ?

Gujarat Police ના વડા વિકાસ સહાયે સીઆઈડી ક્રાઈમના પીએસઆઈને તાજેતરમાં સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો.
06:12 PM Jun 24, 2025 IST | Bankim Patel
Gujarat Police ના વડા વિકાસ સહાયે સીઆઈડી ક્રાઈમના પીએસઆઈને તાજેતરમાં સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો.

Gujarat Police નો એક મહત્વનો વિભાગ એટલે, સીઆઈડી ક્રાઈમ. CID Crime Gujarat ભૂતકાળમાં અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે, પરંતુ આ વખતનો વિવાદ સૌથી ચકચારી બન્યો છે. પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો એટલી હદે વકર્યો છે કે, ભોગ બનનારે ફરિયાદ નોંધાવવા અને આરોપીએ બચવા માટે લાંચ આપવી પડે છે. આવા જ એક વિવાદમાં Gujarat Police ના વડા વિકાસ સહાયે સીઆઈડી ક્રાઈમના પીએસઆઈને તાજેતરમાં સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો. આ મામલામાં ભ્રષ્ટ IPS અધિકારીઓ ઉઘાડા પડી જતા Vikas Sahay એ પીએસઆઈ સામે કાર્યવાહી કરવાનું માંડી વાળ્યું છે. સમગ્ર મામલો વાંચો આ અહેવાલમાં...

 

ભ્રષ્ટાચારના મામલે કરાયું હતું EOW નું ઇન્સપેક્શન

Gujarat Police ના ઇતિહાસમાં ક્યારેય પણ ના બની હોય તેવી ઘટના તાજેતરમાં બની હતી. રાજ્ય પોલીસ વડાના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલના DIG Nirlipt Rai એ સીઆઈડી ક્રાઈમના Economic Offences Wing Gandhinagar ખાતે ઇન્સપેક્શન કર્યું હતું. કચ્છ કેમિકલ કંપનીની ફરિયાદ નોંધવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રજૂઆત બાદ કરવામાં આવેલા ઇન્સપેક્શનમાં અનેક બાબતો સામે આવી હતી. જેમાં પડતર અરજીઓ મુખ્ય કારણ હતી. આ જ કારણસર  EOW ના પીએસઆઈ એસ. ડી. સિસોદીયા (S D Sisodiya PSI) ને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ડીજીપી સહાયે લીધો હતો. એક ચર્ચા અનુસાર ભ્રષ્ટાચારના મામલામાં સીઆઈડી ક્રાઈમના આઈપીએસ અધિકારી સામે કાર્યવાહી કરી શકાય તેમ નથી અને એટલે જ પીએસઆઈ સામેની કાર્યવાહી પડતી મુકવામાં આવી છે.

આ પણ  વાંચો -Gopal Italia : વિધાનસભાની બહાર ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા

સિસોદીયાના સસ્પેન્શન બાદ વિવાદ સામે આવ્યો

PSI S D Sisodiya ને સસ્પેન્ડ કરાતા ગાંધીનગર પોલીસ ભવનમાં બેસતા IPS અધિકારીઓ વચ્ચેની લડાઈ મીડિયામાં જાહેર થઈ ગઈ. ઇન્સ્પેકશનની કાર્યવાહી બાદ પોલીસે પોલીસ પર દરોડા/રેડ પાડી તેવા સમાચારોનો મારો ચાલ્યો અને  IPS અધિકારીઓ વચ્ચે ચાલતો વિખવાદ સપાટી પર આવ્યો. CID Crime માં પોતાનું ધાર્યું કામ કરાવવા માટે સતત પ્રયત્નશીલ એવા બદનામ સિનિયર આઈપીએસ અધિકારી અને વિવાદીત SP કક્ષાના અધિકારીએ સમગ્ર મામલે પડદા પાછળની ભૂમિકા ભજવી હોવાની વાત મંત્રી સમક્ષ પહોંચતા મામલો ઠંડો પડી ગયો છે.

આ પણ  વાંચો -ECI : 'અમે ચર્ચા માટે તૈયાર, તારીખ અને સમય ઈમેલ કરો'

CID Crime માં પડતર ફરિયાદો ધડાધડ નોંધાવા લાગી

વર્ષ 2023 અને 2024માં લેવાયેલી અરજીઓ પૈકીના ત્રણ મામલામાં CID Crime Gujarat ના અમદાવાદ ઝોન અને ગાંધીનગર ઝોનમાં બે FIR ગત 20 જૂન અને એક FIR ગત 16 જૂનના રોજ દાખલ કરવામાં આવી. ગત 16 જૂનના રોજ EOW ના પીએસઆઈ એસ. ડી. સિસોદીયાએ UKની વર્ક પરમીટના નામે 40.94 લાખની છેતરપિંડી કરનારા બે શખ્સો સામે ગાંધીનગર ઝોનમાં નોંધી છે. ગત 20 જૂનના રોજ ગાંધીનગર ઝોનમાં CI Cell ના PSI N N Prajapati એ ગાંધીનગર સુઘડ ગામની કરોડો રૂપિયાની જમીનના મામલામાં મુકેશ ભરવાડ સહિતની ટોળકી સામે ફરિયાદ નોંધી છે. જ્યારે NDPS Cell પીઆઈ એ. વાય. બલોચે (PI A Y Baloch) મધ્યપ્રદેશના સોપારીના વેપારી સાથે વર્ષ 2023માં થયેલી 49.75 લાખની છેતરપિંડીના મામલામાં અમદાવાદ ઝોન ખાતે FIR નોંધી છે.

Tags :
Bankim PatelCID Crime GujaratDIG Nirlipt RaiEconomic Offences Wing GandhinagarGujarat FirstGujarat PoliceNDPS CellPI A Y BalochPSI N N PrajapatiS D Sisodiya PSIVIKAS SAHAY
Next Article