Ahmedabad : Rajasthan Hospital માં આગની ઘટના બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જાણો
અમદાવાદમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આજે સવારના સમયે આગ લાગી હતી. આ ઘટના બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આગામી સમયમાં રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બિનજરૂરી વસ્તુઓ અને ભંગારને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બાબતની જાણકારી આપી છે.
હોસ્પિટલમાં આગની ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગે આગને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આગના ધુમાડાના કારણે ફાયર વિભાગને આગને સંપૂર્ણ કાબુમાં લેવા ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી. ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને હોસ્પિટલમાં એડમિટ દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આરોગ્ય મંત્રીનું નિવેદન
હોસ્પિટલમાં આગની ઘટના બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સવારે 7 વાગ્યે હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ થતાં જ તરત જરૂરી પગલાં લેવા આદેશ કરી દેવામાં આવ્યો હતો.
ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં થશે ચેકિંગ
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બિનજરૂરી વસ્તુઓ અને ભંગારને લઇ ચેકીંગ હાથ ધરવામાં આવશે. નકામી ચીજવસ્તુઓ અને લાંબા સમયથી પડે રહેલી વસ્તુઓ દૂર કરવા આદેશ કરાશે.
ગૃહમંત્રી અમિત શાહનું ટ્વીટ
જણાવી દઈએ કે, હોસ્પિટલમાં આગ લાગી ત્યારે હોસ્પિટલમાં કુલ 106 દર્દીઓ હતા જેમાં 4 દર્દીઓ ગંભીર હતા. આ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ આગની આ ઘટનાની પળે-પળની જાણકારી લીધી હતી.અને આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે વાતચીત કરી હતી.
100 થી વધારે દર્દીઓને અન્ય ખસેડાયા
ટોટલ 2 લાખ 60 હાજર લીટર પાણીનો મારો ચલાવી આગ ઓલવવામાં આવી હતી. ધુમાડો દુર કરવા માટે સ્મોક વેન્ટીલેશનની મદદ લેવામાં આવી હતી. 10થી વધુ એમ્બ્યુલન્સ (Ambulance) દ્વારા 100થી વધારે દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. આગ મોટી હોવાથી મેજર કૉલ (Major Call) જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : AHMEDABAD ની RAJASTHAN HOSPITAL ના બેઝમેન્ટમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.