Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttarakhand સરકારનો મોટો નિર્ણય, 39 IAS સહિત 45 અધિકારીઓની બદલી...

Uttarakhand માં IAS અને PSC અધિકારીઓની બદલી કુલ 45 અધિકારીઓના વોભાગો બદલવામાં આવ્યા IAS અને PCS અધિકારીઓના વિભાગોમાં મોટા ફેરફારો ઉત્તરાખંડ (Uttarakhand) સરકારે બુધવારે IAS અને PCS અધિકારીઓના વિભાગોમાં મોટા ફેરફારો કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે બે મુખ્ય સચિવો...
uttarakhand સરકારનો મોટો નિર્ણય  39 ias સહિત 45 અધિકારીઓની બદલી
  1. Uttarakhand માં IAS અને PSC અધિકારીઓની બદલી
  2. કુલ 45 અધિકારીઓના વોભાગો બદલવામાં આવ્યા
  3. IAS અને PCS અધિકારીઓના વિભાગોમાં મોટા ફેરફારો

ઉત્તરાખંડ (Uttarakhand) સરકારે બુધવારે IAS અને PCS અધિકારીઓના વિભાગોમાં મોટા ફેરફારો કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે બે મુખ્ય સચિવો અને અન્ય આઠ સચિવોના વિભાગોમાં ફેરબદલ કરવામાં આવી છે. કુલ 45 અધિકારીઓના વિભાગો બદલવામાં આવ્યા છે, જેમાં 39 IAS અધિકારીઓનો સમાવેશ થાય છે. 1997 બેચના IAS અધિકારી રમેશ કુમાર સુધાંશુએ મહેસૂલ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની જવાબદારી સંભાળી છે. જો કે, તેઓ મુખ્યમંત્રીના મુખ્ય સચિવ અને વન, પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન વિભાગના અગ્ર સચિવ તરીકે ચાલુ રહેશે.

Advertisement

અગ્ર સચિવ લઘુમતી કલ્યાણ અને અધ્યક્ષ લઘુમતી કલ્યાણ અને વકફ વિકાસ નિગમની જવાબદારી 1997 બેચના લાલિરન લૈના ફનાઈ પાસેથી લેવામાં આવી છે. તેમના સ્થાને રણજીત કુમાર સિન્હાને બંને જવાબદારીઓ સોંપવામાં આવી છે. ફનાઈ આબકારી વિભાગ અને ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના અગ્ર સચિવનું પદ સંભાળશે. ટ્રાન્સપોર્ટ વિભાગના ચેરમેનની પણ આ જવાબદારી રહેશે.

Advertisement

આ પણ વાંચો : BJP ની પહેલી યાદી આવતા જ હરિયાણામાં બળવો, આ MLA એ છોડી પાર્ટી...

પાંચ PCS અધિકારીઓનો પણ સમાવેશ...

આ સિવાય સચિવ સ્તરના અન્ય આઠ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રીના સચિવ આર. મીનાક્ષીની જગ્યાએ દીપક રાવતને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. શૈલેષ બગૌલીની જગ્યાએ રવિનાથ રમનને ઉચ્ચ શિક્ષણ સચિવ બનાવવામાં આવ્યા છે. આર. મીનાક્ષીના સ્થાને, પંકજ કુમાર પાંડે નવા શ્રમ સચિવ અને ઉત્તરાખંડ (Uttarakhand) બિલ્ડિંગ અને અન્ય બાંધકામ કામદારો કલ્યાણ બોર્ડના નવા અધ્યક્ષ હશે. જે અધિકારીઓના વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં એક IFS અને પાંચ PCS અધિકારીઓનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો : Jammu-Kashmir : કોંગ્રેસ નેતાએ પાર્ટી સામે બળવો કર્યો, ગાંદરબલથી ઓમર અબ્દુલ્લા સામે નોમિનેશન ભર્યું...

Tags :
Advertisement

.