ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અભિનેતા Salman Khan ને લઈને આવ્યા મોટા સમાચાર

અભિનેતા સલમાન ખાનને લઈને મોટા સમાચાર આવ્યા છે દાદરમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો સુરક્ષાકર્મીઓએ યુવકને શૂટિંગ સ્થળે હટાવતા લોરેન્સ બિશ્નોઈનાની આપી ધમકી સુરક્ષાકર્મીઓએ આરોપી યુવકને પકડીને પોલીસ હવાલે કર્યો હતો Salman Khan : છેલ્લાં ઘણાં સમયથી...
09:55 AM Dec 05, 2024 IST | Hiren Dave
અભિનેતા સલમાન ખાનને લઈને મોટા સમાચાર આવ્યા છે દાદરમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો સુરક્ષાકર્મીઓએ યુવકને શૂટિંગ સ્થળે હટાવતા લોરેન્સ બિશ્નોઈનાની આપી ધમકી સુરક્ષાકર્મીઓએ આરોપી યુવકને પકડીને પોલીસ હવાલે કર્યો હતો Salman Khan : છેલ્લાં ઘણાં સમયથી...
Salman Khan shooting set

Salman Khan : છેલ્લાં ઘણાં સમયથી અનેકવાર બોલિવૂડ દબંગ સ્ટાર સલમાન ખાનને (Salman Khan)જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે ત્યારે એક શૂટિંગ સેટ પર મોટી ઘટના બની છે. માહિતી અનુસાર સલમાન ખાનના શૂટિંગ સેટ પર એક અજાણ્યો વ્યક્તિ ઘૂસી આવ્યો હતો. જેને પકડી લેવામાં આવ્યો હતો.

પોલીસને સોંપી દેવાયો

માહિતી અનુસાર જ્યારે આ યુવકની પૂછપરછ કરવામાં આવી કે તે કોણ છે તો તેણે લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ અનુસાર આ ઘટનાની જાણકારી એક અધિકારીએ આપી હતી. જેમણે કહ્યું કે શંકાસ્પદ યુવકને તાત્કાલિક પકડીને શિવાજી પાર્ક પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

આ પણ  વાંચો -Pushpa 2 :Allu Arjun ને મળવા આવેલા ચાહકો પર પોલીસે કર્યો લાઠીચાર્જ,1 મહિલાનું મોત

સલમાન સેટ પર પહોંચે એ પહેલા બની ઘટના

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે આ શંકાસ્પદ યુવક સેટ પર પહોંચવામાં સફળ થયો જ્યાં સલમાન ખાન શૂટિંગ કરવાનો હતો. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. ખરેખર તો બુધવારે રાત્રે મુંબઈના ઝોન 5માં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના શૂટિંગ લોકેશનમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘૂસ્યો હતો. દાદર વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સલમાન ખાનના શૂટિંગ સેટ પર ઘૂસી આવ્યો અજાણ્યો યુવક, ગેંગસ્ટર લોરેન્સના નામે ધમકી આપી 2 - image

આ પણ  વાંચો -Sunil Palનું અપહરણ કરી આંખે પાટા બાંધી અજ્ઞાત સ્થળે લઇ જવાયો હતો

લોરેન્સ બિશ્નોઈ સાથે સલમાન ખાનનો શું છે વિવાદ?

કાળા હરણના શિકારને લઈને સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સુપરસ્ટાર પર આરોપ છે કે તેની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે કાળા હરણનો શિકાર કર્યો હતો જેને બિશ્નોઈ સમુદાય દ્વારા પૂજવામાં આવે છે. લોરેન્સ બિશ્નોઈએ ઘણી વખત કહ્યું છે કે જો સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગે તો તે તેને માફ કરી દેશે.

Tags :
Lawrence BishnoiMumbai NewsMumbai PoliceSalman Khan NewsSalman Khan shooting setunknown personunknown person reached Salman Khan shooting set
Next Article