Air india plane crash ને લઈને આવ્યા મોટા સમાચાર,ફાયર વિભાગને મળી આવ્યું GPS ટ્રેકર
- એર ઈન્ડિયા પ્લેન ક્રેશને લઈને મોટા સમાચાર
- દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું GPS ટ્રેકર મળી આવ્યું
- ફાયર વિભાગને મળી આવ્યું GPS ટ્રેકર
Air india plane crash; અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોટા સમાચારો સામે આવ્યાં છે. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ બાદ અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર ટીમે GPS ટ્રેકનો એક ભાગ શોધી કાઢયો છે. આ GPS ટ્રેકના ભાગને DGCA અને AAIBની ટીમને સોંપાશે. બ્લેક બોક્સના ભાગની તપાસ બાદ પ્લેન ક્રેશ કેમ થયું તેનું કારણ જાણવા મળશે
ફાયર વિભાગની ટીમને GPS ટ્રેકનો ભાગ શોધવામાં સફળતા મળી
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ કાટમાળ હટાવવામા આવી રહ્યો છે. આ દરમિયાન પ્લેનનું GPS ટ્રેક શોધવા માટે તંત્ર કામે લાગ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમને GPS ટ્રેક શોધવામાં સફળતા મળી છે. AMCની ફાયર ટીમ દ્વારા આ GPS ટ્રેકના ભાગને DGCA અને AAIBની ટીમને સોંપવામાં આવશે. GPS ટ્રેક પરથી વિમાન કેમ ક્રેશ થયું તેનું કારણ જાણી શકાશે.
આ પણ વાંચો -Ahmedabad Plane Crash: પીડિતોની યાદમાં ગૂગલે હોમપેજ પર લગાવી કાળી રિબિન
FSL અને AAI સહિતની ટીમો તપાસ કરી રહી છે
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. FSL અને AAI સહિતની ટીમો તપાસ કરી રહી છે. આ ઉપરાંત ડોક્ટર હોસ્ટેલમાં પણ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાર્ટસ તપાસ માટે કબ્જે લેવાયા છે. બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. NIAની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.