ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, HC એ બાર કાઉન્સિલને આપ્યો આ આદેશ

રાજ્યનાં કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર (HC) LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સનદ ન મળતાં HC નો વચગાળાનો હુકમ હવે રાજ્યનાં હજારો વિદ્યાર્થીઓ સનદની પરીક્ષા આપી શકશે HC એ પ્રોવિઝનલ સનદ આપવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ...
08:33 PM Oct 21, 2024 IST | Vipul Sen
રાજ્યનાં કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર (HC) LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સનદ ન મળતાં HC નો વચગાળાનો હુકમ હવે રાજ્યનાં હજારો વિદ્યાર્થીઓ સનદની પરીક્ષા આપી શકશે HC એ પ્રોવિઝનલ સનદ આપવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ...
  1. રાજ્યનાં કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર (HC)
  2. LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સનદ ન મળતાં HC નો વચગાળાનો હુકમ
  3. હવે રાજ્યનાં હજારો વિદ્યાર્થીઓ સનદની પરીક્ષા આપી શકશે
  4. HC એ પ્રોવિઝનલ સનદ આપવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો

Ahmedabad : રાજ્યનાં કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. ગ્રાન્ટેડ કૉલેજમાંથી LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સનદ ન મળવા મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat HC) વચગાળાનો હુકમ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પ્રોવિઝનલ સનદ આપવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને (Bar Council of Gujarat) આદેશ કર્યો છે. આથી, હવે રાજ્યનાં હજારો વિદ્યાર્થીઓ AIBE (સનદ) ની પરીક્ષા આપી શકશે.

આ પણ વાંચો - Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની 14મી નેશનલ કોન્ફરન્સ

પ્રોવિઝનલ સનદ ન મળતા HC નો વચગાળાનો હુકમ

રાજ્યમાં કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. સનદ ન મળવાને કારણે કાયદા શાખા સાથે જોડાયેલા અનેક સ્નાતક વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીમાંથી હવે રાહત મળશે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat HC) ગ્રાન્ટેડ કૉલેજથી LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સનદ ન મળતાં વચગાળાનો હુકમ કર્યો છે. HC એ પ્રોવિઝનલ સનદ આપવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો છે. આથી, હવે રાજ્યનાં હજારો વિદ્યાર્થીઓ સનદની પરીક્ષા આપી શકશે.

આ પણ વાંચો - Gandhinagar : સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે આપી દિવાળી ભેટ, બોનસ તરીકે ચૂકવાશે આટલી રકમ!

6 હજારથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે

જણાવી દઈએ કે, કાયદામાં 3 વર્ષનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (Bar Council of Gujarat) તરફથી પ્રોવિઝન સનદ મળે છે. આ સનદ મેળવ્યા બાદ જ AIBE ની ઓલ ઈંડિયા બાર એક્ઝામીનેશનમાં પ્રવેશ મળે છે. પરંતુ, સનદ ન મળવાને કારણે કાયદા શાખા સાથે જોડાયેલા અનેક સ્નાતક વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલી થઈ રહી હતી. પરંતુ, હવે હાઈકોર્ટનાં વચગાળાનાં હુકમથી રાજ્યમાં આવેલી ગ્રાન્ટ ઇન એડ કોલેજનાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

આ પણ વાંચો - Ahmedabad : રિવરફ્રન્ટ ગાર્ડનની મુલાકાત લેતા પહેલા વાંચી લો આ સમાચાર, ફીમાં થયો આટલો વધારો!

Tags :
AhmedabadAIBEAll India Bar ExaminationBar Council of GujaratBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarat High CourtGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiLaw StudentsLLBLLB Granted CollegeNews In GujaratiProvisional Sanad
Next Article