ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Britain જવા માંગતા લોકો માટે મોટા સમાચાર, Rishi Sunak એ વિઝા માટે લીધો આ મહત્વનો નિર્ણય

વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે તાજેતરમાં વિઝા અરજી ફી અને હેલ્થ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. બ્રિટન જવા ઇચ્છતા ભારતીયો અને અન્ય દેશો પર આની ગંભીર અસર પડશે. આ વધારો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. વિઝા અરજદારો દ્વારા નેશનલ હેલ્થ સર્વિસને...
11:23 AM Jul 16, 2023 IST | Dhruv Parmar
વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે તાજેતરમાં વિઝા અરજી ફી અને હેલ્થ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. બ્રિટન જવા ઇચ્છતા ભારતીયો અને અન્ય દેશો પર આની ગંભીર અસર પડશે. આ વધારો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. વિઝા અરજદારો દ્વારા નેશનલ હેલ્થ સર્વિસને...

વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે તાજેતરમાં વિઝા અરજી ફી અને હેલ્થ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. બ્રિટન જવા ઇચ્છતા ભારતીયો અને અન્ય દેશો પર આની ગંભીર અસર પડશે. આ વધારો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. વિઝા અરજદારો દ્વારા નેશનલ હેલ્થ સર્વિસને ચૂકવવામાં આવતી ફી અને હેલ્થ સરચાર્જમાં નોંધપાત્ર વધારો થશે. સુનક સરકારે જાહેરાત કરી કે સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે શિક્ષકો, પોલીસ, જુનિયર ડોકટરો અને અન્ય સરકારી કર્મચારીઓના પગારમાં વધારાની ભલામણો સ્વીકારી છે.

મહત્વનું છે કે, આ વધારો લગભગ 15 ટકાથી 20 ટકા હોઈ શકે છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો આ વધારો લાગુ કરવામાં આવશે તો ભારતીયોએ વિઝા માટે વધુ ફી ચૂકવવી પડશે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ (IHS) જેને પહેલીવાર 2015 માં લાગુ કરવામાં આવી હતી, અરજી દીઠ 200 પાઉન્ડ ચૂકવવા પડતા હતા. 2018 માં તે ડબલ થઈને 400 પાઉન્ડ થઈ ગયા અને 2020 માં વધીને 624 પાઉન્ડ (લગભગ 67 હજાર રૂપિયા) થઈ ગયા. આવી સ્થિતિમાં જો તેમાં 20 ટકાનો વધારો થાય છે તો ભારતીયોને વધારાના 13 હજાર રૂપિયા ચૂકવવા પડશે.

ઋષિ સુનકે વધુમાં કહ્યું કે, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે પગાર વધારાને મહત્વ અપાય છે કારણ કે, હું લોકો પર ટેક્સ લગાવવા માટે તૈયાર નથી. તેમણે આગળ કહ્યું કે, અમે આ નાણાની વ્યવસ્થા કરવા માટે બે બાબતો નક્કી કરી છે. પ્રથમ અમે આ દેશમાં આવતા પ્રવાસીઓ દ્વારા વિઝા માટે અરજી કરવા પર ચૂકવામાં આવતી ફીને વધારવા જી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે, તે તમામ ફીમાં વધારો થવા જઈ રહ્યો છે અને તેનાથી એક અબજ બ્રિટિશ પાઉન્ડથી વધુનો વધારો થશે, તેથી સમગ્ર બોર્ડમાં વિઝા અરજી ફીમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે અને આ રીતે IHS પર પણ લાગુ થશે.

વિઝા ફી વધારવા પાછળ ઋષિ સુનકનું આ કારણ છે

ઋષિ સુનકનું લક્ષ્ય વિઝા ફીમાં વધારાના મધ્યમથી બ્રિટનના જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે વેતનમાં વૃદ્ધિ કરવાનું છે. આમાં શિક્ષકો, પોલીસ, જુનિયર ડોકટરો અને અન્ય જાહેર ક્ષેત્રના કર્મચારીઓનો સમાવેશ થાય છે કારણ કે તેમણે કહ્યું હતું કે સમગ્ર બોર્ડમાં સામાન્ય રીતે પાંચથી સાત ટકાનો વધારો થયો છે. સુનકે જણાવ્યું હતું કે, ફુગાવાની ચિંતાને કારણે યુકે સરકાર આ ખર્ચને આવરી લેવા માટે દેવા પર આધાર રાખશે નહીં.

આ પણ વાંચો : સત્યનો વિજય : ન્યૂ જર્સી અક્ષરધામ મંદિર કેસમાં નવો ધડાકો, BAPS ના મંદિર સામેના ષડયંત્રનો પર્દાફાશ

Tags :
Britainrise significantlyRishi Sunakuk visa feevisaVISA FEEworld
Next Article