BIG BREAKING: ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલની અમેરિકામાં ધરપકડ!
- ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલની અમેરિકામાં ધરપકડ
- નેહલ મોદી પર PNB કૌભાંડમાં આરોપી
- યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતને આપી માહિતી
BIG BREAKING: ભારતના ભાગેડુ નીરવ મોદીના(Nirav Modi) ભાઈ નેહલ મોદીની( Nehal Modi) અમેરિકામાં ધરપકડ (Arrested)કરવામાં આવી છે. આ ભારત માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે (Department of Justice)ભારતીય અધિકારીઓને માહિતી આપી છે કે ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની 4 જુલાઈના રોજ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સંયુક્ત રીતે દાખલ કરાયેલ પ્રત્યાર્પણ વિનંતીના આધારે કરવામાં આવી છે.
આ કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે
પ્રત્યાર્પણ વિનંતી ગુનાહિત કાવતરું કલમ 120B, 201 ભારતીય દંડ સંહિતા અને 3 પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ કરવામાં આવી હતી. નીરવ મોદીની સાથે, નેહલ મોદી પર પંજાબ નેશનલ બેંકમાંથી હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો પણ આરોપ છે. CBI અને EDની તપાસ મુજબ, તેના ભાઈ નેહલ મોદીએ નીરવ મોદીના આ કૌભાંડને અંજામ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તપાસ એજન્સીઓ યુકેથી નીરવ મોદીના પ્રત્યાર્પણનો પણ પ્રયાસ કરી રહી છે. આગામી સુનાવણી 17 જુલાઈ છે. આમાં, નેહલ મોદી પણ જામીન માટે અપીલ કરી શકે છે અને ભારતીય એજન્સીઓની દલીલ પર યુએસ સત્તાવાળાઓ તેનો વિરોધ કરશે.
આ પણ વાંચો -RBI New Rule: RBIની લોનધારકોને ભેટ, ફ્લોટિંગ રેટ લોન પર પ્રિપેમેન્ટ પેનલ્ટી નાબૂદ !
પીએનબી કૌભાંડમાં પણ ભૂમિકા
તપાસ એજન્સીઓનું કહેવું છે કે નેહલ મોદી પીએનબી કૌભાંડમાં (PNB scam)વોન્ટેડ છે, જેને દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડ માનવામાં આવે છે. નેહલ પર શેલ કંપનીઓ દ્વારા તેના ભાઈ નીરવ મોદીને હજારો કરોડ રૂપિયાના કાળા નાણાં વિદેશમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરવાનો આરોપ છે. આ ઉપરાંત, તેણે કૌભાંડ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજોનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો -Share Market: શેરબજાર ઉતાર-ચઢાવ સાથે બંધ,સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઘટાડો
17 જુલાઈએ પ્રત્યાર્પણ પર સુનાવણી
નેહલ મોદીના પ્રત્યાર્પણ પર સુનાવણી 17 જુલાઈ, 2025 ના રોજ યુએસ કોર્ટમાં યોજાવાની છે, જ્યાં કેસની આગામી દિશા સ્ટેટસ કોન્ફરન્સ દ્વારા નક્કી કરવામાં આવશે. એવી શક્યતા છે કે તે જામીન માટે અરજી દાખલ કરી શકે છે, પરંતુ યુએસ પક્ષે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ તેના જામીનનો વિરોધ કરશે. ભારત સરકાર નેહલ મોદીને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી પીએનબી કૌભાંડમાં તેની ભૂમિકા પર ટ્રાયલ શરૂ થઈ.#BoycottBollywood