ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં ભૂવા 'રાજ'...શહેરીજનો થયા ત્રસ્ત..!

અમદાવાદ ( Ahmedabad) માં પડેલા ભારે વરસાદે (heavy rain) AMC ની પોલ ખોલી નાખી છે. અમદાવાદનો કોઇ વિસ્તાર એવો નથી કે જ્યાં રસ્તામાં ખાડા ના પડ્યા હોય..અનેક વિસ્તારોમાં તો મોટા ભૂવા પણ પડ્યા છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને...
05:32 PM Jul 12, 2023 IST | Vipul Pandya
અમદાવાદ ( Ahmedabad) માં પડેલા ભારે વરસાદે (heavy rain) AMC ની પોલ ખોલી નાખી છે. અમદાવાદનો કોઇ વિસ્તાર એવો નથી કે જ્યાં રસ્તામાં ખાડા ના પડ્યા હોય..અનેક વિસ્તારોમાં તો મોટા ભૂવા પણ પડ્યા છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને...
અમદાવાદ ( Ahmedabad) માં પડેલા ભારે વરસાદે (heavy rain) AMC ની પોલ ખોલી નાખી છે. અમદાવાદનો કોઇ વિસ્તાર એવો નથી કે જ્યાં રસ્તામાં ખાડા ના પડ્યા હોય..અનેક વિસ્તારોમાં તો મોટા ભૂવા પણ પડ્યા છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ખુબ જ તકલીફ પડી રહી છે.
સૌથી મોટો ભૂવો ફતેવાડી વિસ્તારમાં
અમદાવાદ શહેરમાં સૌથી મોટો ભૂવો ફતેવાડી વિસ્તારમાં પડ્યો છે અને આ ભૂવાએ શહેરીજનોને ચોંકાવી દીધા છે કારણ કે આ ભૂવાએ જ રસ્તો બનાવામાં કરાયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ઠેર ઠેર પડેલા ભૂવાના કારણે  લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે.
કાલપુરમાં પડ્યો ભૂવો
અમદાવાદમાં ભારે વરસાદથી અમદાવાદ મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન નિષ્ફળ ગયો છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં રસ્તા ધોવાઇ ગયા છે અને ખાડા પડી ગયા છે. શહેરના કાલપુર રેલવે સ્ટેશનથી બ્રિજ પર જતા રોડ પર મોટો ભૂવો પડ્યો છે.કાલપુર વિસ્તારમાં  મોતી બેકરીની સામે રોડ પર 3જી વાર ભૂવો પડ્યો છે.  ટ્રાફિક ધમધમતા માર્ગ પર પડેલા ભૂવાથી વાહનચાલકો ત્રસ્ત થઇ ગયા છે અને વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે.
દરિયાપુર ચાર રસ્તા પર જ મસમોટો ભૂવો
 ઉપરાંત દરિયાપુર ચાર રસ્તા પર જ મસમોટો ભૂવો છે અને તેમાં AMCની પ્રિ-મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર હોય તેવુ લાગી રહ્યું છે. રસ્તા પર જે રીતે અમદાવાદ શહેરમાં ભૂવા પડ્યા છે તે જોતાં પ્રિ-મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા ક્યાં વપરાયા તે સવાલ શહેરીજનો પુછી રહ્યા છે કારણ કે શહેરમાં  દર વર્ષે અંદાજે પ્રિ-મોન્સૂન માટે 5 કરોડ રૂપિયા વપરાય છે.
રાણીપ વિસ્તારમાં રોડ વચ્ચે જ મોટો ભૂવો
અમદાવાદના રાણીપ વિસ્તારમાં રોડ વચ્ચે જ મોટો ભૂવો પડ્યો છે.   મુખ્ય રસ્તા પર મોટો ભૂવો પડતા લોકોને હાલાકી પડ઼ી રહી છે. આ સ્થળે  AMC દ્વારા બેરીકેડ લગાવીને કામ શરૂ કરાયુ છે અને  ભૂવો પડતાં વાહન ચાલકો-રાહદારીઓ ત્રસ્ત થઇ ગયા છે.
અનેક વિસ્તારોમાં પડ્યા ભૂવા
આ ઉપરાંત શહેરના  દરીયાપુર, કાલુપુર, ગોવિંદવાડી, મકરબા, ફતેવાડી, નવા વાડજ, જુહાપુરા, જમાલપુર, ઓઢવ, ગુરુકુળ,  રાણીપ અને  બોપલ સહિતના વિસ્તારોમાં પણ મોટા ભૂવા પડ્યા છે.
AMC ની પોલ ખુલી
અમદાવાદમાં ઓલિમ્પીક રમાડવાના સપના જોતા તંત્રએ રસ્તાની કામગિરીમાં કરાયેલી પોલંપોલને જોવાની જરુર છે. શું આ રીતે ઠેર ઠેર પડેલા ભૂવા વચ્ચે તંત્ર ઓલિમ્પીક રમાડશે તેવા સવાલ ઉભા થઇ રહ્યા છે.  કરોડો રુપિયાના બજેટ પછી પણ અમદાવાદમાં ભૂવા પડી રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર એવા શિવરંજની વિસ્તાર અને નારણપુરા વિસ્તારમાં પણ ભૂવા પડી રહ્યા છે.
આ પણ વાંચો---હવે તૈયાર રહો વરસાદના ત્રીજા રાઉન્ડ માટે..! અંબાલાલ પટેલની આગાહી
Tags :
AhmedabadAMCheavy rainpotholes
Next Article