ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત, 83 રૂપિયાનો ઘટાડો

ઓઇલ કંપનીઓએ આજે એટલે કે 1 જૂનના રોજ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત આપી છે.સરકારી ઓઈલ કંપનીઓ (OMCs) દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ...
08:36 AM Jun 01, 2023 IST | Vishal Dave
ઓઇલ કંપનીઓએ આજે એટલે કે 1 જૂનના રોજ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત આપી છે.સરકારી ઓઈલ કંપનીઓ (OMCs) દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ...

ઓઇલ કંપનીઓએ આજે એટલે કે 1 જૂનના રોજ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત આપી છે.સરકારી ઓઈલ કંપનીઓ (OMCs) દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 1773 રૂપિયામાં મળી રહેશે. અગાઉ આ સિલિન્ડર રૂ. 1856.50માં મળી રહ્યો હતો. જો કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરાયો નથી. ઘરેલું ગેસ સિલિન્ડર માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ 1103 રૂપિયા ચૂકવવા પડશે.

હવાઈ ​​મુસાફરીને અસર થઈ શકે છે

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમામાં રાહત આપવા ઉપરાંત ઓઈલ કંપનીઓ દ્વારા જેટ ફ્યુઅલ (એર ફ્યુઅલ)ના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવમાં આશરે રૂ.6,600નો ઘટાડો થયો છે. તેની અસર આવનારા સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે. નવા દરો આજથી એટલે કે 1 જૂનથી લાગુ કરવામાં આવ્યા છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા દર

દિલ્હીમાં ગેસ સિલિન્ડર 1856.50 રૂપિયાથી ઘટીને 1773 રૂપિયા પર આવી ગયો છે. કોલકાતામાં પહેલા 1960.50 રૂપિયાની સામે હવે 1875.50 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે અગાઉ તે મુંબઈમાં 1808.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે હવે 1725 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તેની કિંમત 2021.50 રૂપિયાથી ઘટીને 1937 રૂપિયા થઈ ગઈ છે.

Tags :
commercial gascylinder pricesreduced by Rs 83relief
Next Article