Khyati Hospital : ચોંકાવનારા ખુલાસા! એન્જિયોગ્રાફી બિનજરૂરી હતી, યોજનાનો લાભ લેવા સ્ટેન્ડ મૂક્યું!
- Khyati Hospital નાં સંચાલકો સામે વધુ એક પોલીસ ફરિયાદ
- સોલા સિવિલ CDMO એ નોંધાવી પોલીસ ફરિયાદ
- આરોગ્ય વિભાગે તપાસ કમિટીની રચના કરી : ડૉ.પ્રકાશ મહેતા
- એન્જિયોગ્રાફી બિનજરૂરી હતી : ડૉ. પ્રકાશ મહેતા
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'મોતનાં ખેલ' માં (Khyati Hospital) એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હોસ્પિટલનાં સંચાલકો સામે હવે કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સોલા સિવિલ CDMO ડૉ. પ્રકાશ મહેતાએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગે (Health Department) તપાસ કમિટીની રચના કરી હતી અને તપાસ કમિટીએ રિપોર્ટ પણ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં પૂરતી જાણકારી વગર દર્દીઓની એન્જીયોગ્રાફી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં MICA નાં વિદ્યાર્થીની હત્યા પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે
Ahmedabad: Khyati Hospital ના સંચાલકો પર વધી ભીંસ | Gujarat First@CMOGuj @irushikeshpatel @Dwivedi_D #Gujarat #KhyatiHospital #PMJAY #AyushmanBharat #HealthScheme #Angioplasty #gujaratfirst pic.twitter.com/9sA4HC5gym
— Gujarat First (@GujaratFirst) November 14, 2024
તપાસ માટે કમિટીની રચના કરાઈ, રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા!
સોલા સિવિલ CDMO ડૉ. પ્રકાશ મહેતાએ (DR. Prakash Mehta) ખ્યાતિ હોસ્પિટલનાં સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા હવે કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. ડૉ. પ્રકાશ મહેતાએ જણાવ્યું કે, આ મામલે તપાસ માટે આરોગ્ય વિભાગે એક કમિટીની રચના કરી હતી. તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં પૂરતી જાણકારી વગર દર્દીઓની એન્જિયોગ્રાફી (Angiography) કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. ડો. પ્રકાશ મહેતાએ કહ્યું કે, એન્જિયોગ્રાફી બિનજરૂરી હતી. ઘણી પ્રક્રિયા અયોગ્ય કરાઇ હતી. યોજનાનો લાભ લેવા સ્ટેન્ડ મૂક્યું હતું. મુત્યુ પામનાર 1 દર્દીને 40 ટકા બ્લોકેજ હતું. જ્યારે હોસ્પિટલે વધારે બ્લોક હોવાનું બતાવ્યું છે.
આ પણ વાંચો - Khyati Hospital : સંચાલકો પર વધી ભીંસ! વધુ એક ફરિયાદ નોંધાઈ, 1 ડોક્ટરની ધરપકડ
'બીજા દર્દીની ધમનીમાં વધારે બ્લોક હોવાનું દર્શાવ્યું'
ડો. પ્રકાશ મહેતાએ આગળ કહ્યું કે, બીજા દર્દીની ધમનીમાં વધારે બ્લોક હોવાનું દર્શાવ્યું છે. 80 ટકાથી વધુ બ્લોકેજ હોય તો જ સ્ટેન્ડ મુકાય છે. જણાવી દઈએ કે, 'ખ્યાતિ' નાં ખેલમાં (Khyati Hospital) ડૉ. પ્રશાંત વજિરાણી, ડૉ. રાજશ્રી પ્રદીપ કોઠારી, ડાયરેક્ટર કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, સંજય પટોળિયા સામે ફરિયાદ નોંધાઈ છે. પીડિત પરિવારનાં બે સભ્યોએ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે, આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. અગાઉની તાપસમાં વધુ મસમોટા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Khyati Hospital : 2 દર્દીઓએ જીવ ગુમાવ્યો છતાં ડાયરેક્ટરને અફસોસ નથી! 'બેખોફ હસી' સાથે કહ્યું- અમારી પાસે દર્દીઓનાં..!