Kolkata માં મમતા બેનર્જીના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના, ગેટ ધરાશાયી થવાથી બે લોકો ઘાયલ...
કોલકત્તા (Kolkata)માં CM મમતા બેનર્જીના કાર્યક્રમમાં ગેટ તૂટી પડતાં બે લોકો ઘાયલ થયા હતા. મળતી જાણકારી અનુસાર, ધનધાન્ય ઓડિટોરિયમમાં અભિનેતા ઉત્તમ કુમારની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના આગમનના અડધો કલાક પહેલા જ રસ્તા પર એક ગેટ ધરાશાયી થયો હતો. આ ઘટનાના બે લોકો ઘાયલ થયા હતા અને તેમને કોલકત્તા (Kolkata)ની SSKM હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સ્થિતિ નિયંત્રણમાં છે.
મમતા બેનર્જીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો...
આ ઘટના બાદ CM મમતા બેનર્જીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કાર્યક્રમ હજુ પણ ચાલુ છે. મહાન અભિનેતા ઉત્તમ કુમારની 44 મી પુણ્યતિથિ નિમિત્તે ધનધાન્ય ઓડિટોરિયમ ખાતે માહિતી અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘટનાનો Video સામે આવ્યો...
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ઘાયલ વ્યક્તિ જોઈ શકાય છે અને લોકો તેને એમ્બ્યુલન્સમાં લઇ જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં CM મમતા બેનર્જી ફિલ્મી હસ્તીઓને મહાનાયક એવોર્ડ આપવાના હતા. 2021 માં સત્તા જાળવી રાખ્યા પછી TMC ના નેતૃત્વવાળી રાજ્ય સરકાર રાજ્યના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય અભિનેતાની પુણ્યતિથિનું આયોજન કરે છે. 24 જુલાઈ 1980 ના રોજ જન્મેલા ઉત્તમ કુમાર તેમની લોકપ્રિય ફિલ્મો માટે જાણીતા છે, જેમાં 1956 સાહેબ બીબી ગોલામ, 1957 હરાનો સૂર અને 1961 માં સપ્તપદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : NEET-UG : પેપરમાં નકલ કરનારાઓની હવે ખેર નહીં, થશે જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ...
આ પણ વાંચો : ઘમંડી ડ્રેગનને Indian Navy એ શીખવ્યો માનવતાનો પાઠ!, કર્યું એવું કે ચોતરફ થઇ વાહવાહી...
આ પણ વાંચો : શાંતિથી સાંભળો, તમે એક મહિલા છો..., RJD ની મહિલા MLA પર ગુસ્સે થયા નીતિશ કુમાર Video